Bible Versions
Bible Books

Psalms 114 (GUV) Gujarati Old BSI Version

1 જ્યારે ઇઝરાયલીઓ મિસરમાંથી નીકળ્યા, એટલે યાકૂબનું કુટુંબ પરભાષા બોલનાર લોકોમાંથી નીકળ્યું;
2 ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજય થયું.
3 સમુદ્ર તે જોઈને નાઠો; યર્દન નદી પાછી હઠી.
4 પર્વતો મેંઢાઓની જેમ, અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
5 અરે સમુદ્ર, તને શું થયું કે તું નાસી ગયો? અરે યર્દન, તું કેમ પાછી હઠી?
6 અરે પર્વતો, તમને શું થયું કે તમે મેંઢાઓની જેમ કૂદ્યા? ડુંગરો, તમે કેમ ગાડરની માફક કૂદ્યા?
7 હે પૃથ્વી, પ્રભુની આગળ, યાકૂબના ઈશ્વરની આગળ, કાંપ.
8 તેમણે ખડકમાંથી સરોવર કર્યું, અને ચકમકમાંથી ઝરો બનાવ્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×