Bible Versions
Bible Books

Luke 21 (GUV) Gujarati Old BSI Version

1 તેમણે ઊચું જોયું તો શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા જોયા.
2 એક દરિદ્રી વિધવાને તેમાં બે દમડી નાખતાં તેમણે જોઈ.
3 ત્યારે તેમણે કહ્યું, “હું તમને સાચું કહું છું કે, દરિદ્રી વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે;
4 કેમ કે સહુએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું; પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી.”
5 સુંદર પથ્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિષે કેટલાક વાતો કરતા હતા, ત્યારે તેમણે કહ્યું,
6 “આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જ્યારે પાડી નહિ નંખાશે એવો એક પણ પથ્થર બીજા પથ્થર પર અહીં રહેવા દેવામાં આવશે નહિ.”
7 તેઓએ તેમને પૂછ્યું, “ઉપદેશક, તો ક્યારે થશે? અને જ્યારે વાતો પૂરી થવાની હશે ત્યારે શું‍ ચિહ્ન થશે?”
8 તેમણે તેઓને કહ્યું, “કોઈ તમને ના ભુલાવે માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણા આવીને કહેશે કે, ‘તે હું છું.’ અને સમય પાસે આવ્યો છે. તમે તેઓની પાછળ જશો નહિ,
9 જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો નહિ; કેમ કે બધું પ્રથમ થવું જોઈએ. પણ એટલેથી અંત નથી.”
10 વળી તેમણે તેઓને કહ્યું, “પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે.
11 અને મોટા મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે; અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં મોટાં ચિહ્નો થશે.
12 પણ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના ના અધિકારીઓ ને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે.
13 તમારે માટે સાક્ષીરૂપ થઈ પડશે.
14 માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે આગળથી ચિંતા કરવી.
15 કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.
16 વળી માતાપિતા, ભાઈઓ, સગાં તથા મિત્રો પણ તમને પરસ્વાધીન કરશે અને તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.
17 વળી મારા નામને લીધે સર્વ તમારો દ્વેષ કરશે.
18 પણ તમારા માથાનો એક વાળ પણ નાશ પામશે નહિ.
19 તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.
20 જ્યારે યરુશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.
21 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું. જેઓ શહેર માં હોય તેઓએ બહાર નીકળી જવું. અને જેઓ સીમમાં હોય તેઓએ શહેર માં આવવું નહિ.
22 કેમ કે વૈર વાળવાના દિવસો છે, જેથી જે જે લખેલું છે, તે બધું પૂરું થાય.
23 તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ ધવડાવતી હશે તેઓને અફસોસ છે! કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને લોકો પર કોપ આવી પડશે.
24 તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.
25 સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચિહ્નો થશે. પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાંઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે.
26 અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની શક્યતાથી માણસો નિર્ગત થશે. કેમ કે આકાશમાંનાં પરાક્રમો હાલી ઊઠશે.
27 ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળાંમાં આવતા જોશે.
28 પણ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.”
29 તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું, “અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ.
30 તેઓ જ્યારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને આપોઆપ જાણી જાઓ છો કે ઉનાળો નજીક આવ્યો છે.
31 તેમ તમે પણ સર્વ થતાં જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ પાસે છે.
32 હું તમને ખચીત કહું છું કે, બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી પેઢી ટળી જશે નહિ.
33 આકાશ તથા પૃથ્વી જતાં રહેશે; પણ મારી વાતો જતી રહેવાની નથી.
34 પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
35 કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે.
36 પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”
37 દરરોજ તે મંદિરમાં દિવસે બોધ કરતા હતા; અને રાત્રે તે જૈતૂન નામના પહાડ પર રહેતા હતા.
38 તેમનું સાંભળવા માટે બધા લોકો પરોઢિયે તેમની પાસે મંદિરમાં આવતા હતા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×