Bible Versions
Bible Books

1 Kings 10 (GUV) Gujarati Old BSI Version

1 શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા‍ પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી.
2 તે અતિ ભારે રસાલા સાથે, ને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો લાદેલાં ઊંટો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.
3 સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા, જેનો જવાબ તેણે તેને આપ્યો હોય, એવી એકે બાબતથી રાજા અજાણ્યો નહોતો.
4 જ્યારે શેબાની રાણીએ સુલેમાનનું સર્વ જ્ઞાન, તેનો બાંધેલો મહેલ,
5 તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીઓનું ઊભા રહેવું, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો, તથા યહોવાનાં મંદિરમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો, તે જોયાં ત્યારે તેના હોશકોશ ઊડી ગયા.
6 તેણે રાજાને કહ્યું, “તમારાં કૃત્યો વિષે, તથા તમારા જ્ઞાન વિષે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે ખરી છે.
7 પણ મેં આવીને મારી પોતાની નજરે તે જોયું, ત્યાં સુધી હું તે વાત માનતી હતી. પણ જુઓ, મને અડધું પણ કહેવામાં આવ્યું હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે.
8 કેવા ધન્ય છે તમારા માણસો! કેવા ધન્ય‌ છે તમારા સેવકો, જેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે!
9 ધન્ય હોજો તમારા ઈશ્વર યહોવાને કે જેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા; કેમ કે યહોવાએ ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઈનસાફ કરવા માટે રાજા ઠરાવ્યા.”
10 અને તેણે રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુંગંધીદ્રવ્ય, તથા મૂલ્યવાન પાષાણો આપ્યાં. શેબાની રાણીએ જે સુંગંધીદ્રવ્યો સુલેમાન રાજાને આપ્યાં તેટલાં બધાં કદી ફરીથી મળ્યાં નથી.
11 હીરામનાં વહાણો કે જે ઓફીરથી સોનું લાવ્યાં હતાં, તે અતિ પુષ્કળ સુખડ તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યાં.
12 રાજાએ તે સુખડનાં લાકડાંના યહોવાના મંદિરને માટે તથા રાજાના મહેલને માટે થાંભલા, તથા ગવૈયાઓને માટે વીણા ને તંબૂરા બનાવ્યાં. એવાં મૂલ્યવાન સુખડનાં લાકડાં આજ દિન સુધી કદી આવ્યાં કે દેખાયાં નહોતાં.
13 શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સર્વ ઈચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યુ, તે ઉપરાંત સુલેમાને પોતાની પાદશાહી સખાવતથી તેને આપ્યું તે તો જુદું. પછી તે પાછી ફરીને પોતાના ચાકરો સાથે પોતાના દેશમાં પાછી ગઈ.
14 હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું તેનું વજન છસો છાસઠ તાલંત હતું.
15 વળી મુસાફર લોકો લાવતા હતા તે, ને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકના સર્વ રાજાઓ તરફથી તથા દેશના સૂબાઓ તરફથી જે મળતું તે જુદું.
16 સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો ઢાલ બનાવી.દરેક ઢાલમાં છસો શેકેલ સોનું જતું.
17 તેણે ઘડેલા સોનાની બીજી ત્રણસો ઢાલ બનાવી, દરેક ઢાલમાં ત્રણ માનેહ સોનું જતું. રાજાએ તે લબાનોનના વનગૃહમાં મૂકી.
18 તે ઉપરાંત રાજાએ હાથીદાંતનું એક મોટું સિહાસન બનાવ્યું, અને તેના પર ચોખ્ખુ સોનું મઢ્યું.
19 આસનને પગથિયાં હતાં; આસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. અને બેઠકની પાસે બન્‍ને બાજુએ હાથ હતાં, ને તે હાથોની બાજુએ બે સિંહ ઊભા હતા.
20 પગથિયાં પર બાજુએ તથા બીજી બાજુએ બાર સિંહો ઊભેલા હતાં. આના જેવું સિંહાસન કોઈ પણ રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું.
21 સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો સોનાનાં હતાં, ને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં.રૂપાનું એક પણ નહોતું. સુલેમાનના સમયમાં કંઈ વિસાતનું ગણાતું નહોતું.
22 કેમ કે રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એક વાર તાર્શીશનો કાફલો સોનું, રુપું, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતો હતો.
23 એમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતાં દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો.
24 ઈશ્વરે સુલેમાનના હ્રદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની હજૂરમાં આવતા.
25 તે દરેક પોતપોતાની ભેટો, એટલે રૂપાના પાત્રો તથા સોનાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્ય, ધોડા તથા ખચ્ચરો વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા.
26 સુલેમાને રથો તથા સવારોનો પુષ્કળ જમાવ કર્યો. તેની પાસે એક હજાર ચારસો રથ તથા બાર હજાર ઘોડેસવારો હતા. તેણે તેઓને રથોનાં નગરોમાં તથા યરુશાલેમમાં રાજાની પાસે રાખ્યા.
27 રાજાએ યરુશાલેમમાં રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું. તથા એરેજકાષ્ટ એટલા બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લરના લાકડાને તોલે થઈ પડ્યાં.
28 સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી લાવવામાં આવેલા હતા. રાજા વેપારીઓ તેમને જથ્થાબંધ, એટલે દરેક જથાની અમુક કિંમત આપીને, રાખતા હતા.
29 એક રથ છસો શેકેલ, તથા એક ઘોડો એકસો પચાસ શેકેલ રૂપું આપીને મિસરમાંથી લાવવામાં આવતા. પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે વેપારી તેઓને લાવી આપતા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×