Bible Versions
Bible Books

Matthew 19 (GUV) Gujarati Old BSI Version

1 અને ઈસુ વાતો પૂરી કર્યા પછી ગાલીલથી નીકળીને યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા.
2 અને અતિ ઘણા લોકો તેમની પાછળ ગયા, ને ત્યાં તેમણે તેઓને સાજા કર્યા.
3 ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું, “શું કોઈ પણ કારણને લીધે માણસ પોતાની પત્નીને મૂકી દે ઉચિત છે?”
4 અને તેમણે ઉત્તર આપ્યો, “શું તમે નથી વાંચ્યું કે, જેણે તેઓને ઉત્પન્‍ન કર્યા, તેણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્‍ન કર્યાં,
5 ને કહ્યું કે, ‘તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને બન્‍ને એક દેહ થશે.’
6 માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.”
7 તેઓ તેમને કહે છે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતી આપીને તેને મૂકી દેવી?”
8 ઈસુ તેઓને કહે છે “મૂસાએ તમારાં હૃદયની કઠણતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું હતું.
9 અને હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે. અને તે મૂકી દીધેલીની સાથે જે પરણે તે પણ વ્યભિચાર કરે છે.”
10 તેમના શિષ્યો તેમને કહે છે, “જો સ્‍ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે, તો પરણવું સારું નથી.”
11 ત્યારે તેમણે તેઓને કહ્યું, “સર્વથી વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ.
12 કેમ કે કેટલાક ખોજા છે કે જેઓ પોતાની માના પેટથી એવા જન્મેલા છે. અને કેટલાક ખોજા છે કે જેઓને માણસોએ ખોજા બનાવેલા છે. વળી કેટલાક ખોજા છે કે જેઓએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરેલા છે. જે પાળી શકે તે પાળે.”
13 ત્યાર પછી લોકો બાળકોને તેમની પાસે લાવ્યાં, માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે, અને શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
14 પણ ઈસુએ કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ, કેમ કે આકાશનું રાજ્ય એવાંઓનું છે.”
15 પછી તેઓ પર હાથ મૂકીને તે ત્યાંથી ગયા.
16 અને જુઓ, કોઈએકે તેમની પાસે આવીને કહ્યું, “ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા માટે હું શું સારું કરું?”
17 ત્યારે તેમણે તેને કહ્યું, “તું મને સારા વિષે કેમ પૂછે છે? સારો તો એક છે, પણ જો તું જીવનમાં પેસવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”
18 તે તેમને કહે છે, “કઈ કઈ?” ત્યારે ઈસુએ કહ્યું, “તું હત્યા કર, તું વ્યભિચાર કર, તું‍ચોરી કર, તું જૂઠી સાક્ષી પૂર.
19 પોતાનાં માબાપને માન આપ, ને પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”
20 તે જુવાને તેમને કહ્યું “એ બધી તો હું પાળતો આવ્યો છું. હજી મારામાં શું અધૂરું છે?”
21 ઈસુએ તેને કહ્યું, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે. અને આવીને મારી પાછળ ચાલ.”
22 પણ તે જુવાન વાત સાંભળીને ખિન્‍ન થઈને ‍ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે.
24 વળી હું તમને ફરીથી કહું છું કે દ્રવ્યવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલું છે.”
25 ત્યારે તેમના શિષ્યોને સાંભળીને ઘણી નવાઈ લાગી, ને કહ્યું, “તો કોણ તારણ પામી શકે?”
26 પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું, “માણસોને તો અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”
27 ત્યારે પિતરે તેમને કહ્યું, “જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”
28 અને ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયેલનાં બારે કુળોનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બેસશો.
29 અને જે કોઈએ ઘરોને કે, ભાઈઓને કે, બહેનોને કે, બાપને કે, માને કે, છોકરાંને કે, ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.
30 પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે; અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે,
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×