Bible Versions
Bible Books

Psalms 43 (GUV) Gujarati Old BSI Version

1 હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.
2 કેમ કે, હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને કેમ વેગળો કર્યો છે? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?
3 તમારું અજવાળું તથા સત્ય મોકલો કે, તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
4 ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે તેમની પાસે જઈશ; હે ઈશ્વર, હે મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ.
5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×