Bible Versions
Bible Books

Genesis 10 (GUV) Gujarati Old BSI Version

1 અને નૂહના દિકરા શેમ, હામ અને યાફેથ તેઓની વંશાવળી છે: અને જળપ્રલય પછી તેઓને દિકરા થયા.
2 યાફેથના દિકરા: ગોમેર તથા માગોગ તથા માદાય તથા યાવાન તથા તુબાલ તથા મેશેખ તથા તીરાસ.
3 અને ગોમેરના દિકરા: આસ્કનાજ તથા રીફાથ તથા તોગાર્મા.
4 અને યાવાનના દિકરા: એલિશા તથા તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
5 તેઓથી વિદેશીઓના ટાપુ, તેઓના દેશોમાં સૌ સૌની ભાષા પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓના લોકો પ્રમાણે, વહેંચાયા હતા.
6 અને હામના દિકરા: ક્રૂશ તથા મિસરાઇમ તથા પૂટ તથા કનાન.
7 અને કૂશના દિકરા: સબા તથા હવિલા તથા સાબ્તા તથા રામા તથા સાબ્તેકા; અને રામાના દિકરા: શબા તથા દદાન.
8 અને કૂશથી નિમ્રોદ થયો; તે પૃથ્વી પર બળવાન થવા લાગ્યો.
9 તે યહોવાની આગળ બળવાન શિકારી થયો; માટે કહેવાય છે કે, ‘યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી.’
10 અને તેના રાજ્યનો આરંભ શિનઆર દેશનાં બાબિલ તથા એરેખ તથા આક્કાદ તથા કલ્નેહ હતાં.
11 દેશમાંથી તે આશૂરમાં ગયો, ને નિનવે તથા રેહોબોથ-ઈર તથા કાલા,
12 ને નિનવે તથા કાલાની વચમાં રેસેન (આ તો મોટું નગર હતું), તે સર્વ તેણે બાંધ્યાં.
13 અને લૂદીમ તથા અનામીમ તથા લહાબીમ તથા નોફતુહીમ,
14 તથા પાથરુસીમ તથા કોસ્લુહીમ, (જયાંથી પલિસ્તીઓ નીકળી ગયા) તથા કાફતોરીમ-એ બધાએ મિસરાઈમથી થયા.
15 અને કનાનને પહેલો દીકરો સિદોન થયો, ને પછી હેથ.
16 વળી યબૂસી તથા અમોરી તથા ગિર્ગાશી;
17 તથા હિવ્વી તથા આરકી તથા સીની;
18 તથા આરવાદી તથા સમારી તથા હમાથી. અને ત્યાર પછી કનાનીઓનાં કુટુંબોનો વિસ્તાર ફેલાયો.
19 અને કનાનીઓની સીમ સિદોનથી ગેરાર જતાં ગાઝા સુધી, ને સદોમ તથા ગમોરા તથા આદમા તથા સબોઇમ જતાં લાશા સુધી હતી.
20 પ્રમાણે, તથા પોતપોતાની ભાષા પ્રમાણે, પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં છે.
21 અને શેમ હેબેરના બધા પુત્રોનો પૂર્વજ, અને જે યાફેથનો વડો ભાઈ હતો, તેને પણ સંતાન થયાં.
22 શેમના દિકરા: એલામ તથા આશૂર તથા આર્પાકશાદ તથા લૂદ તથા અરામ.
23 અને અરામના દિકરા: ઉસ તથા હૂલ તથા ગેથેર તથા માશ.
24 અને આર્પાકશાદથી શેલા થયો; અને શેલાથી હેબેર થયો.
25 નેઅ હેબેરને બે દિકરા થયા: એકનું નામ પેલેગ એટલે વિભાગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા; અને તેના ભાઈનું નામ યોકટાન હતું.
26 અને યોકટાનથી આલ્મોદાદ તથા શેલેફ તથા હસાર્માવેથ તથા યેરા,
27 તથા હદોરામ તથા ઉઝાલ તથા દિક્લા,
28 તથા ઓબાલ તથા અબિમાએલ તથા શબા,
29 તથા ઓફીર તથા હવીલા તથા યોબાબ થયા, સર્વ યોકટાનના દિકરા હતા.
30 અને મેશાથી જતાં સફાર જે પૂર્વનો પહાડ છે, ત્યાં સુધી તેઓનું રહેઠાણ હતું.
31 પ્રમાણે શેમના દિકરા પોતપોતાનાં કુટુંબો પ્રમાણે, તથા પોતપોતાની ભાષા પ્રમાણે, પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકો પ્રમાણે છે.
32 પોતાની પેઢી પ્રમાણે, પોતપોતાના લોકોમાં નૂહના દિકરાઓનાં કુટુંબો છે; અને તેઓથી જળપ્રલય પછી, પૃથ્વી પરના લોકોના વિભાગ થયા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×