Bible Versions
Bible Books

Psalms 128 (GUV) Gujarati Old BSI Version

1 ચઢવાનું ગીત. જેઓ યહોવાથી ડરે છે અને તેમના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે.
2 તું તારે હાથે મહેનત કરીને ખાશે; તું સુખી થશે, અને તારું કલ્યાણ થશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવંત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારાં છોકરાં તારી મેજની આસપાસ જૈતુનવૃક્ષના રોપા જેવાં થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે; તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું કલ્યાણ જોશે.
6 તું પોતાનાં છોકરાંનાં છોકરાં જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×