Bible Versions
Bible Books

Psalms 149 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાની સ્તુતિ કરો. યહોવાની આગળ નવું ગીત ગાઓ, વળી સંતોની સભામાં તેમની સ્‍તુતિ કરો.
2 ઇઝરાયલ પોતાના કર્તાથી આનંદ પામે; સિયોનપુત્રો પોતાના રાજાને લીધે હરખાઓ.
3 તેઓ તેમના નામની સ્‍તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
4 કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર જનો ને તારણથી સુશોભિત કરશે.
5 સંતો ગૌરવથી હરખાઓ; પોતાની પથારીઓ પર તેઓ મોટેથી ગાઓ.
6 તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્‍તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે
7 તેઓ વિદેશીઓને બદલો વાળે, અને લોકોને શિક્ષા પહોંચાડે;
8 તેઓના રાજાઓને સાંકળોથી, તથા તેઓના હાકેમોને લોઢાની બેડીઓથી બાંધે;
9 અને લખેલો ચુકાદો તેમના પર બજાવે; મન તેના સર્વ સંતોને છે યહોવાની સ્તુતિ કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×