Bible Versions
Bible Books

Numbers 13 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને કહ્યું,
2 “કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપું છું તેની જાસૂસી કરવાને તું માણસોને મોકલ. તેઓના પિતાનાં સર્વ કુળોમાંથી અકેક પુરુષને મોકલ, તે‍ પ્રત્યેક તેઓ મધ્યે ઉપરી હોય.”
3 અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાન અરણ્યથી તેઓને મોકલ્યા, સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના મુખ્યો હતા.
4 અને તેઓના નામ હતાં: રૂબેનના કુળમાંથી ઝાકુરનો દિકરો શામુઆ,
5 શિમયોનના કુળમાંથી હોરીનો દિકરો શાફાટ.
6 યહૂદાના કુળમાંથી યફુનેનો દિકરો કાલેબ.
7 ઈસ્‍સાખારના કુળમાંથી યૂસફનો દિકરો ઈગાલ.
8 એફ્રાઈમના કુળમાંથી નૂનનો દિકરો હોશિયા.
9 બિન્યામીનના કુળમાંથી રાફુનો દિકરો પાલ્ટી.
10 ઝબુલોનના કુળમાંથી સોદીનો દિકરો ગાદિયેલ.
11 યૂસફના કુળમાંથી, એટલે મનાશ્શાના કુળમાંથી, સુસીનો દિકરો ગાદી.
12 દાનના કુળમાંથી ગમાલીનો દિકરો આમિયેલ.
13 આશેરના કુળમાંથી મિખાયેલનો દિકરો સથુર.
14 નફતાલીના કુળમાંથી વોફસીનો દિકરો નાહબી.
15 ગાદમા કુળમાંથી માખીનો દિકરો ગુએલ.
16 જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓનાં નામ હતાં.અને મૂસાએ નૂનના દિકરા હોશિયાનું નામ યહોશુઆ પાડયું.
17 અને મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવાને મોકલ્યા, ને તેઓને કહ્યું, “તમે નેગેબ (દક્ષિણ) થઈને જાઓ. ને પર્વતો પર ચઢીને,
18 તે દેશ કેવો છે તે જુઓ. અને તેમાં વસનાર લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણા;
19 અને જે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે માઠો, અને તેઓ કેવાં નગરોમાં વસે છે, છાવણીઓમાં કે કિલ્લાઓમાં;
20 અને જમીન કેવી છે, તે કસવાળી છે કે કસ વગરની, તેમાં વૃક્ષો છે કે નહિ તે જુઓ. અને તમે હિમ્મત પકડો, ને તે દેશનું કંઈ ફળ લેતા આવજો.” હવે તે વખત તો પહેલી દ્રાક્ષો પાકવાનો વખત હતો.
21 અને તેઓ ઉપર ગયા, ને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથના બારા સુધી દેશની જાસૂસી કરી.
22 અને તેઓ નેગેબ થઈને ગયા ને હેબ્રોન પાસે પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ તથા તાલ્માઈ હતા (હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બાંધેલું હતું.)
23 અને તેઓ એશ્કોલના નીચાણમાં પહોંચ્યા, ને ત્યાંથી દ્વાક્ષોની એક લૂમવાળી એક ડાળી કાપી, ને બે માણસની વચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી અને કેટલાંક દાડમો તથા અંજીરો પણ તેઓ લાવ્યા.
24 જે લૂમ ઇઝરાયલી લોકોએ ત્યાંથી કાપી તે પરથી તે નીચાણનું નામ એશ્કોલ પાડયું.
25 અને તેઓ દેશની જાસૂસી કરીને ચાળીસ દિવસ પછી પાછા આવ્યા.
26 અને તેઓ ચાલીને મૂસા તથા હારુનની પાસે, તથા ઇઝરાયલની સમગ્ર પ્રજા પાસે પારાનના અરણ્યમાં, કાદેશમાં આવ્યા. અને તેઓને તથા સમગ્ર પ્રજાને તેઓએ ખબર આપી, ને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.
27 અને તેઓએ તેને હકીકત આપતાં કહ્યું કે, “તેં અમને મોકલ્યા તે દેશમાં અમે ગયા, ને તે ખરેખર દૂધમધની રેલછેલવાળો દેશ છે. અને તેનું ફળ છે.
28 તોપણ જે લોક તે દેશમાં રહે છે તેઓ જોરાવર છે, ને નગરોની આસપાસ કોટ છે, ને તેઓ બહુ મોટાં છે. અને વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા.
29 નેગેબ પ્રાંતમાં અમાલેકીઓ રહે છે. અને પર્વતોમાં હિત્તીઓ તથા યબૂસીઓ તથા અમોરીઓ રહે છે. અને સમુદ્રની પાસે તથા યર્દનને કાંઠે કનાનીઓ રહે છે.”
30 અને કાલેબે મૂસાની આગળ લોકોને શાંત પાડયા, ને કહ્યું, “ચાલો, આપણે એકદમ ઉપર જઈને તેને કબજે કરીએ; કેમ કે આપણે તેને હરાવવાને પૂરા સમર્થ છીએ.”
31 પણ જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું, “એ લોકોની સામે આપણે ચઢાઈ કરી શકતા નથી; કેમ કે તેઓ આપણા કરતાં બળવાન છે.”
32 અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી, તે વિષે ઇઝરાયલી પ્રજા પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા, ને એમ કહ્યું, “જે દેશમાં તેની જાસૂસી કરવા માટે અમે ફરી આવ્યા છીએ તે પોતાની વસતીને ખાઈ જનાર દેશ છે. અને જે સર્વ લોકોને અમે તેમાં જોયા, તેઓ કદાવર માણસો છે.
33 અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને, એટલે અનાકના પુત્રોને, અમે જોયાં અને અમે પોતાની દષ્ટિમાં પણ અમે એવા હતા.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×