Bible Versions
Bible Books

Deuteronomy 9 (GUV) Gujarati Old BSI Version

1 હે ઇઝરાયલ, સાંભળ:તારા કરતાં મોટી ને બળવાન દેશજાતિઓનું તથા મોટાં તથા આસમાનમાં પહોંચેલા કોટવાળાં નગરોનું વતન પ્રાપ્ત કરવા માટે તું આજે યર્દન પાર ઊતરવાનો છે.
2 તે લોક કદાવર તથા બળવાન છે, તે અનાકીઓનાં ફરજંદ છે કે, જેઓને તું સારી રીતે ઓળખે છે, ને તેઓ વિષેની અફવા પણ તેં સાંભળી છે કે, અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?
3 માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિની જેમ તારી આગળ પેલી બાજુ જનાર તે યહોવા તારા ઈશ્વર છે. તે તેઓનો નાશ કરશે, ને તે તેઓને તારી આગળ નીચા પાડશે, અને તેથી જેમ યહોવાએ તને કહ્યું છે તેમ તું મને હાંકી કાઢશે, ને જલદી તેઓનો નાશ કરશે.
4 યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે, ત્યાર પછી તું તારા મનમાં એમ કહેતો, ‘મારા ન્યાયીપણાને લીધે યહોવાએ મને અહીં લાવીને દેશનો વારસો મને અપાવ્યો છે.’ ખરું જોતાં, દેશજાતિઓની દુષ્ટતાને લીધે યહોવા તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.
5 તારા ન્યાયીપણાને લીધે કે તારા અંત:કરણના પ્રામાણિકપણાને લીધે તું તેઓના દેશનું વતન પામવા જાય છે એમ તો નહિ, પણ પ્રજાઓની દુષ્ટતાને લીધે, તથા જે વચન યહોવાએ પ્રતિજ્ઞા લઈને તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપ્યું હતું, તે સ્થાપિત કરવા માટે યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.
6 માટે નક્કી જાણ કે તારા ન્યાયીપણાને લીધે યહોવા તારા ઈશ્વર ઉત્તમ દેશ તને નથી આપતા. કેમ કે તું તો હઠીલી પ્રજા છે.
7 તેં અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચઢાવ્યો, તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહિ. મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી, તે તમે જગાએ આવ્યા ત્યાં સુધી, તમે યહોવાની વિરુદ્ધ બંડ કર્યા કર્યું છે.
8 હોરેબમાં પણ તમે યહોવાને કોપાવ્યા, ને યહોવા તમારા પર એટલા બધા કોપાયમાન થયા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત.
9 જ્યારે હું શિલાપાટીઓ, એટલે જે કરાર યહોવાએ તમારી સાથે કર્યો તેની પાટીઓ, લેવા માટે પર્વત પર ગયો, ત્યારે હું ચાળીસ દિવસ ને ચાળીસ રાત પર્વત પર રહ્યો. અને મેં અન્‍ન ખાધું નહિ તેમજ પાણી પણ પીધું નહિ.
10 અને યહોવાએ મને ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ સોંપી, અને તે પર જે સર્વ વચનો યહોવા સભાને દિવસે પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી બોલ્યા હતા તે લખેલા હતાં.
11 અને ચાળીસ દિવસ ને ચાળીસ રાત વીત્યા પછી એમ થયું કે યહોવાએ મને બે શિલાપાટીઓ, એટલે કરારની પાટીઓ, આપી.
12 અને યહોવાએ મને કહ્યું, ‘ઊઠ, અહીંથી જલદી નીચે ઊતર, કેમ કે જે તારા લોકોને તું મિસરમાંથી કાઢી લાવ્યો છે તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. જે માર્ગ મેં તેમને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું પૂતળું બનાવ્યું છે.’
13 વળી યહોવાએ મને કહ્યું, ‘મેં પ્રજાને જોઈ લીધી છે, ને જો, તો હઠીલી પ્રજા છે.
14 મારી આડે આવીશ નહિ, મને તેઓનો નાશ કરવા દે, ને આકાશ નીચેથી તેઓનું નામ મને ભૂંસી નાખવા દે. અને તેઓના કરતાં હું તારાથી એક સમર્થ તથા મોટી દેશજાતિ ઉત્પન્‍ન કરીશ.’
15 ત્યારે હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને પર્વતમાંથી ભડકા નીકળતા હતા; અને કરારની બે પાટીઓ મારા બે હાથમાં હતી.
16 અને મેં જોયું, તો જુઓ, તમે યહોવા તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે યહોવા તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું હતું. જે માર્ગ યહોવાએ તમને ફરમાવ્યો હતો તેમાંથી તમે જલદી ભટકી ગયા હતા.
17 અને મેં તે બે પાટીઓ મારા બે હાથમાંથી ફેંકી દીધી, ને તે તમારા જોતાં ભાંગી નાખી.
18 અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેમને કોપાયમાન કર્યા હતા તે સર્વને લીધે હું યહોવાની સમક્ષ આગળની જેમ ચાળીસ રાત દિવસ ઊંધો પડી રહ્યો, અને મેં અન્‍ન ખાધું તેમજ પાણી પણ પીધું
19 કેમ કે તમારો વિનાશ કરે એટલા બધા યહોવા તમારા પર કોપાયમાન તથા સખત નારાજ થવાથી હું બીધો. પણ તે વખતે પણ યહોવાએ મારું સાંભળ્યું.
20 અને યહોવા હારુન પર પણ એટલા બધા કોપ્યા કે તેમણે તેનો નાશ કરી નાખ્યો હોત, અને તે વખતે મેં હારુનને માટે પણ પ્રાર્થના કરી.
21 અને મેં તમારા પાપને, એટલે જે વાછરડું તમે બનાવ્યું હતું તેને લઈને આગથી બાળ્યું, ને તેને ટીપીને ધૂળ જેવો તેનો બારીક ભૂકો કર્યો, ને મેં તે ભૂકો પર્વતમાંથી નીકળીને નીચાણ તરફ વહેતા વહેળિયામાં નાખ્યો.
22 અને તાબેરા તથા માસ્સા તથા કિબ્રોથ હાત્તાવા આગળ પણ તમે યહોવાને કોપાયમાન કર્યા.
23 અને જ્યારે યહોવાએ તમને કાદેશ-બાર્નેઆથી એવું કહીને મોકલ્યા, ત્યાં જાઓ ને જે દેશ મેં તમને આપ્યો છે તેનું વતન પ્રાપ્ત કરો, ત્યારે પણ તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ બળવો કર્યો, ને તમે તેમના પર વિશ્વાસ કર્યો નહિ, તેમજ તેમની વાણી પણ તમે સાંભળી નહિ.
24 જ્યારથી મારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાની સામે તમે બંડખોર ઠરી ચૂક્યા છો.
25 માટે હું અગાઉ જેટલા દિવસ ઊંધો પડી રહ્યો હતો તેટલા દિવસ, એટલે ચાળીસ રાતદિવસ યહોવાની આગળ ઊંધો પડી રહ્યો; કેમ કે યહોવાએ મને કહ્યું હતું કે હું તેઓનો નાશ કરીશ.
26 તે માટે મેં યહોવાની પ્રાર્થના કરતાં કહ્યું કે, હે યહોવા ઈશ્વર, તમારા લોક તથા તમારો વારસો જેઓને તમે તમારા મહત્વ વડે છોડાવ્યા છે, જેઓને તમે પરાક્રમી હાથ વડે મિસરમાંથી કાઢી લાવ્યા છો, તેઓનો નાશ કરો.
27 તમારા સેવકો ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબનું સ્મરણ કરો. લોકોની હઠીલાઈ તરફ તથા તેઓની દુષ્ટતા તરફ તથા તેઓનાં પાપ તરફ જુઓ.
28 રખેને જે દેશમાંથી તમે અમને કાઢી લાવ્યા તે ના લોક કહે કે, જે દેશ આપવાનું વચન યહોવાએ તેમને આપ્યું હતું તેમાં તે તેઓને લઈ જઈ શક્યા નહિ તે કારણથી, ને તેને તેઓના ઉપર વેર હતું તે કારણથી તેઓને અરણ્યમાં મારી નાખવા માટે તે તેઓને કાઢી લાવ્યા છે.
29 તો પણ તેઓ તમારા લોક તથા તમારો વારસો છે કે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે તથા તમારા લંબાવેલા બાહુ વડે કાઢી લાવ્યા છો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×