Bible Versions
Bible Books

Genesis 2 (GUV) Gujarati Old BSI Version

1 અને આકાશ તથા પૃથ્વી, અને તેઓનાં સર્વ સૈન્ય પૂરાં થયાં.
2 અને ઈશ્વરે પોતાનું જે કામ કર્યું હતું તે તેમણે સાતમે દિવસે પૂરું કર્યું. અને પોતાનાં કરલાં સર્વ કામોથી તે સાતમે દિવસે સ્વસ્થ રહ્યા.
3 અને ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો, ને તેને પવિત્ર ઠરાવ્યો; કેમ કે તે દિવસે ઈશ્વર પોતાનાં બધાં ઉત્પન્‍ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યા.
4 આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ-વર્ણન છે. જે દિવસોમાં યહોવા ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્‍ન કર્યા, ત્યારે
5 ખેતરનો કોઈપણ છોડવો હજુ પૃથ્વીમાં ઊગ્યો નહોતો, વળી ખેતરનું કંઈ પણ શાક ઊગ્યું નહોતું; કેમ કે યહોવા ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો હતો, ને જમીન ખેડવાને કોઇ માણસ હતું.
6 પણ પૃથ્વી પરથી ધૂમરે ચઢીને જમીનની આખી સપાટી ભીંજવી.
7 અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.
8 અને યહોવા ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી; અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું.
9 અને યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જેનાં ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારાં છે તેઓને, ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ, તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.
10 અને વાડીને પાણી પાવા માટે એક નદી એદનમાંથી નીકળી; અને ત્યાંથી તેના ચાર ફાંટા થયા.
11 પહેલીનું નામ પીશોન, તે આખા હવીલા દેશને ઘેરે છે, જયાં સોનું છે.
12 અને તે દેશનું સોનું સારું, ને ત્યાં બદોલાખ તથા અકીક પાષાણ છે.
13 બીજી નદીનું નામ ગીહોન, તે આખા કૂશ દેશને ઘેરે છે.
14 અને ત્રીજી નદીનું નામ હીદેકેલ, તે આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. અને ચોથી નદીનું નામ ફ્રાત છે,
15 અને એદન વાડી ખેડવાને, તથા તેનું રક્ષણ કરવાને, યહોવા ઈશ્વરે તે માણસને તેમાં રાખ્યો.
16 અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો, “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર.
17 પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે મરશે.”
18 અને યહોવા ઈશ્વરે કહ્યું, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ.”
19 અને યહોવા ઈશ્વરે ખેતરના હરેક જાનવર ને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્‍ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે, જોવાને યહોવા તેઓને આદમની પાસે લાવ્યા. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.
20 અને તે માણસે સર્વ ગ્રામ્યપશુઓનાં, તથા આકાશનાં પક્ષીઓનાં, તથા સર્વ વનપશુઓનાં નામ પાડયાં. પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહિ.
21 અને યહોવા ઈશ્વરે આદમને ભર ઊંઘમાં નાખ્યો; અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેમણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું.
22 અને યહોવા ઈશ્વરે જે પાંસળી માણસમાંથી લીધી હતી, તેની એક સ્‍ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યા.
23 અને તે માણસે કહ્યું, “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે.”
24 માટે માણસ પોતાનાં માતપિતાને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.
25 અને તે માણસ તથા તેની પત્ની બન્‍ને નગ્ન હતાં, પણ તેઓ લાજતાં હતાં.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×