Bible Versions
Bible Books

1 Kings 13 (GUV) Gujarati Old BSI Version

1 અને જુઓ, યહોવાના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. અને યરોબામ ધૂપ બાળવા માટે વેદી પાસે ઊભેલો હતો.
2 યહોવાના વચનથી તેણે વેદી પાસે પોકારીને કહ્યું, ”હે વેદી! વેદી! યહોવા આમ કહે છે કે, જો, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક પુત્ર જન્મશે; અને તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી ઉપર કરશે, નર લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.”
3 તે દિવસે તેણે ચિહ્‍ન આપીને કહ્યું “યહોવાએ જે ચિહ્‍ન આપ્યું છે તે છે: જો, વેદી ફાટી જશે, ને તે પરની રાખ વેરાઈ જશે.”
4 તે બેથેલમાંની વેદીની સામે ઈશ્વરભકતે પોકારેલી વાણી રાજાએ સાંભળી ત્યારે એમ થયું કે, યરોબામે પોતાનો હાથ વેદી પરથી લાંબો કરીને કહ્યું, “એને પકડો.” ત્યારે તેનો જે હાથ તેણે ઈશ્વરભક્તની તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો, ને તેથી યરોબામ તેને પોતા તરફ પાછો ખેંચી શ્ક્યો નહિ.
5 જે ચિહ્‍ન ઈશ્વરભક્તે યહોવાના વચનથી આપ્યું હતું તે પ્રમાણે વેદી પણ ફાટી ગઈ, ને વેદી પરથી રાખ વેરાઈ ગઈ.
6 રાજાએ ઈશ્વરભક્તને ઉત્તર આપીને કહ્યું, “તારા ઈશ્વર યહોવાની કૃપા માટે આજીજી કરીને મારે માટે પ્રાર્થના કર કે, મારો હાથ ફરીથી સાજો થાય.” અને ઈશ્વરભક્તે યહોવાની આજીજી કરી, એટલે રાજાનો હાથ સાજો થઇને અગાઉના જેવો થઈ ગયો.
7 પછી રાજાએ તે ઈશ્વરભક્તને કહ્યું મારી સાથે ઘેર આવીને હાજરી કર, ને હું તને ઇનામ અપીશ.”
8 ઈશ્વરભક્તે રાજાને કહ્યું, “તું મને તારું અડધુ ઘર આપે, તો પણ હું તારી સાથે નહિ આવું, ને જગાએ રોટલી પણ નહિ ખાઉં, તેમ પાણી પણ નહિ પીઉં.
9 કેમ કે યહોવાના વચનથી મને એવી આજ્ઞા મળી છે કે, ત્યાં તારે કંઈ પણ રોટલી ખાવી નહિ ને પાણી પીવું નહિ, તેમ જે માર્ગે તું ગયો હોય તે માર્ગે થઈને પાછું વળવું નહિ.”
10 આથી તે બીજે માર્ગે ચાલ્યો ગયો, ને જે માર્ગે તે બેથેલ આવ્યો હતો તે માર્ગે તે પાછો ગયો નહિ.
11 હવે બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો, અને તેના એક દીકરાએ આવીને તે ઈશ્વરભક્તે તે દિવસે બેથેલમાં જે સર્વ કૃત્યો કર્યા હતાં તે તેને કહી સંભળાવ્યાં. જે શબ્દો તેણે રાજાને કહ્યાં હતાં તે પણ તેણે પોતાના પિતાને કહી સંભળાવ્યાં.
12 તેઓના પિતાએ તેમને કહ્યું, “તે કયે માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયે માર્ગે ગયો હતો, તે તેના દીકરાઓએ જોયો હતો.
13 તેણે પોતાના દીકરાઓને કહ્યું, “મારે માટે ગધેડા પર જીન બાંધો.” તેથી તેઓએ તેને માટે ગધેડા પર જીન બાંધ્યું; અને તે એના પર બેઠો.
14 અને તે ઈશ્વરભક્તની પાછળ ગયો, ઈશ્વરભક્ત તેને એલોનવૃક્ષ નીચે બેઠેલો મળ્યો. તેણે તેને પૂછ્યું, ”યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્ત તે શું તમે છો?” એણે કહ્યું, “હું તે છું.”
15 ત્યારે વૃદ્ધ પ્રબોધકે એને કહ્યું, “મારી સાથે ઘેર ચાલો, ને રોટલી ખાઓ”
16 એણે કહ્યું, “હું તમારી સાથે પાછો નહિ આવું ને તમારા ઘરમાં નહિ જાઉં, તેમ હું જગાએ તમારી સાથે રોટલી પણ નહિ ખાઉં, ને પાણી પણ નહિ પીઉં;
17 કેમ કે યહોવાના વચનથી મને એવું કહેવામાં આવ્યું છે કે, ‘ત્યાં તારે રોટલી ખાવી નહિ ને પાણી પીવું નહિ, ને જે માર્ગે તું ગયો હોય તે પર પાછો વળતાં તારે ચાલવું નહિ.’”
18 પછી પેલા વૃદ્ધ પ્રબોધકે એને કહ્યું, ”હું પણ તમારી માફક પ્રબોધક છું; અને યહોવાના કહેવાથી એક દૂતે મને કહ્યું, ‘એને તારી સાથે તારે ઘેર પાછો તેડી લાવ, કે તે રોટલી ખાય ને પાણી પીએ.’” પણ તે એને જૂઠું કહેતો હતો.
19 આથી ઈશ્વરભક્તે તેની સાથે પછા જઈને તેના ઘરમાં રોટલી ખાધી ને પાણી પીધું.
20 તેઓ જમવા બેઠા હતા એટલામાં એમ થયું કે, એને પાછો લઈ આવનાર પ્રબોધક પાસે યહોવાનુ વચન આવ્યું.
21 તેણે યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્તે પોકારીને કહ્યું, “યહોવા આમ કહે છે કે, ‘તમે યહોવાના વચન સામે બંડ કર્યું છે, ને તમારા ઈશ્વર યહોવાએ જે આજ્ઞા તમને ફરમાવી તે તમે પાળી નથી.
22 પણ તમે પાછા આવ્યા, ને જે જગા વિષે તેમણે તમને કહ્યું હતું કે, ત્યાં રોટલી ખાતો તેમ પાણી પીતો તેમાં તમે રોટલી ખાધી છે ને પાણી પીધું છે; માટે તમારી લાશ તમારા પિતૃઓની કબરમાં જવા પામશે નહિ.’”
23 તેણે રોટલી ખાધી ને પાણી પીધું ત્યાર પછી એમ થયું કે, વૃદ્ધ પ્રબોધકે ઈશ્વરભક્ત માટે, એટલે જે પ્રબોધકને તે પાછો વાળી લાવ્યો હતો તેને માટે, ગધેડા પર જીન બાંધ્યું.
24 અને ઈશ્વરભક્ત વિદાય થયો, ત્યાર પછી માર્ગમાં એને સિંહ મળ્યો, ને સિંહે એને મારી નાખ્યો. અને એની લાશ માર્ગમાં પડી હતી, ને ગધેડો તેની પાસે ઊભો હતો. સિંહ પણ લાશની પાસે ઊભો હતો.
25 અને જુઓ, ત્યાં થઈને જતાં માણસોએ લાશને માર્ગમાં પડેલી તથા સિંહને લાશની પાસે ઊભેલો જોયો. અને તેઓએ આવીને નગરમાં જ્યાં વૃદ્ધ પ્રબોધક રહેતો હતો ત્યાં તેની ખબર આપી.
26 જે પ્રબોધક એને માર્ગેથી પાછો વાળી લાવ્યો હતો તેણે તે વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે ઈશ્વરભક્ત છે, જેણે યહોવાના વચન સામે બંડ કર્યું હતું. માટે યહોવાએ તેને સિંહને સોંપ્યો છે, ને યહોવાએ તેને પોતાનું જે વેણ કહ્યું હતું તે પ્રમાણે એણે તેને ફાડીને મારી નાખ્યો છે.”
27 અને તેણે પોતાના દીકરાઓને કહ્યું, “મારે માટે ગધેડા પર જીન બાંધો.” અને તેઓએ જીન બાંધ્યું.
28 તેણે જઈને પેલાની લાશ માર્ગમાં પડેલી, ને લાશની પાસે ગધેડો તથા સિંહ ઊભેલા જોયા. સિંહે લાશ ખાધી નહોતી, ને ગધેડાને ફાડી નાખ્યો નહોતો.
29 તે પ્રબોધક ઈશ્વરભક્તની લાશ ઉપાડી ગધેડા પર મૂકીને તે પાછી લાવ્યો, અને તેને માટે શોક કરવા તથા તેને દાટવા માટે તે વૃદ્ધ પ્રબોધકના નગરમાં આવ્યો.
30 તેણે લાશને તેની પોતાની કબરમાં દાટી. અને તેઓએ તેને માટે શોક કરતાં કહ્યું “હાય મારા ભાઈ હાય!”
31 તેણે તેને દાટ્યો, પછી એમ થયું કે તેણે પોતાના દીકરાઓને કહ્યું, “હું મરી જાઉં, ત્યારે જે કબરમાં ઈશ્વરભક્તને દાટવામાં આવ્યો છે તેમાં મને દાટજો; મારા હાડકાં તેનાં હાડકાંની બાજુએ મૂકજો.
32 કેમ કે જે વાણી તેણે યહોવાના વચનથી બેથેલમાંની વેદી સામે તથા સમરુનનાં નગરોનાં ઉચ્ચસ્થાનોનાં સર્વ ઘરો સામે પોકારી છે તે નક્કી પૂરી થશે.”
33 બિના પછી યરોબામ પોતાના કુમાર્ગથી ફર્યો નહિ, પણ ફરીથી તેણે સર્વ લોકોમાંથી ઉચ્ચસ્થાનોનાં યાજકો ઠરાવ્યા તે ચાહે તેની પ્રતિષ્ઠા કરતો કે, જેથી તે ઉચ્ચસ્થાનોને માટે યાજકો થાય.
34 અને વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ટ પરથી તેનો નાશ કરવા માટે તેને પાપરૂપ થઈ પડી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×