Bible Versions
Bible Books

1 Samuel 6 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાનો કોશ પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહ્યો.
2 અને પલિસ્તીઓએ યાજકોને તથા શકુન જોનારાઓને બોલાવીને પૂછ્યું, “અમે યહોવાના કોશનું શું કરીએ? અને તેને તેની જગાએ કેવી રીતે મોકલીએ તે અમને કહો.”
3 તેઓએ કહ્યું, “જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તે ખાલી મોકલશો નહિ; પણ તેની સાથે ગમે તેમ કરીને કંઈ દોષાર્થાર્પણ મોકલજો; ત્યારે તમે સાજા થશો, ને તમારા પરથી તેમના હાથનું નિવારણ કેમ થતું નથી એનું કારણ તમને સમજાશે.”
4 ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, “પલિસ્તીઓના સરદારોની સંખ્યા પ્રમાણે સોનાની પાંચ ગાંઠો ને સોનાના પાંચ ઉંદરો; કેમ કે તમો સર્વને તથા તમારા સરદારોને એક જાતનો રોગ થયો છે.
5 માટે તમે તમારી ગાંઠોની પ્રતિમા બનાવો, ને તમારા જે ઉંદરો દેશમાં રંજાડ કરે છે તેઓની પણ પ્રતિમા બનાવો. અને ઇઝરાયલના ઈશ્વરને મહિમા આપો. કદાચ તમારા પરથી, તમરા દેવો પરથી, ને તમારા દેશ પરથી તે પોતાનો હાથ હલકો કરશે.
6 તો જેમ મિસરીઓએ તથા ફારુને પોતાનાં અંત:કરણ કઠણ કર્યાં તેમ તમે તમારા અંત:કરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદભૂતકૃત્યો કર્યાં, ત્યારે પછી તેઓએ ઇઝરાયલી લોકને જવા દીધા, ને તેઓ ગયા, શું એમ બન્યું?
7 તો હવે એક નવું ગાડું તૈયાર કરો; ને જેઓના પર કદી ઝૂંસરી મુકાઈ હોય એવી બે દુઝણી ગાયો લો, તે ગાયોને તે ગાડે જોડો, ને તેઓના વાછરડા તેઓની પાસેથી ઘેર લાવો.
8 પછી યહોવાનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો; અને જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેમની પ્રત્યે મોકલો છો, તેઓને તેની બાજુએ એક દાબડામાં મૂકો, અને તેને જવા દો કે, તે જાય.
9 અને જો, તે પોતાની સીમને માર્ગે થઈને બેથ-શેમેશ તરફ જાય, તો તે આપણા પર મોટી આફત લાવ્યો છે. પણ જો તે તરફ તે જાય, તો આપણે જાણીશું કે આપણને મારનાર તે તેનો હાથ નથી; પણ દૈવયોગે આપણા પર આવી પડ્યું હતું.”
10 તે માણસોએ તેમ કર્યું; એટલે તેઓએ બે દૂઝણી ગાયો લઈને ગાડે જોડી, ને તેઓના વાછરડાને ઘરમાં બંધ કરી રાખ્યા.
11 તેઓએ યહોવાનો કોશ, અને સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમાવાળો દાબડો ગાડામાં મૂક્યા.
12 અને ગાયોએ સીધો બેથ-શેમેશનો રસ્તો પકડ્યો. રાજમાર્ગે ચાલતી ચાલતી તેઓ બરાડતી હતી, ને જમણી કે ડાબી તરફ વળી નહિ; અને પલિસ્તીઓના સરદારો તેઓની પાછળ પાછળ બેથ-શેમેશની સીમ સુધી ગયા.
13 વખતે બેથ-શેમેશના માણસો નીચાણમાં ઘઉં કાપતા હતા; તેઓએ આંખો ઊંચી કરીને કોશ જોયો, ને તે જોઈને તેઓ આનંદ પામ્યા.
14 તે ગાડું યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં આવ્યું, ને ત્યાં થોભ્યું, તે ઠેકાણે એક મોટો પથ્થર હતો; અને તેઓએ ગાડામાં લાકડાં ચીરીને યહોવાની આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું.
15 પછી લેવીઓએ યહોવાનો કોશ તથા તેની સાથેના સોનાના દાગીનાવાળો દાબડો ઉતારીને તે મોટા પથ્થર પર મૂક્યા; અને બેથ-શેમેશના માણસોએ તે દિવસે યહોવાને દહનીયાર્પણો તથા યજ્ઞો કર્યાં.
16 અને પલિસ્તીઓના પાંચ સરદારોએ જોયા પછી તે દિવસે એક્રોન પાછા ગયા.
17 યહોવાને માટે દોષાર્થાર્પણ તરીકે સોનાની જે ગાંઠો પલિસ્તીઓએ મોકલી તે પ્રમાણે:આશ્દોદની એક, ગાઝાની એક, આશ્કલોનની એક, ગાથની એક ને એક્રોનની એક;
18 વળી જે મોટા પથ્થર પર તેઓએ યહોવાનો કોશ મૂક્યો હતો, ને જે આજ સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે, પથ્થર સુધી આવેલાં પલિસ્તીઓનાં સર્વ નગરો, એટલે કોટવાળાં નગરો તથા સીમનાં ગામડાં, જે પાંચ સરદારોનાં હતાં, તે નગરોની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા.
19 અને બેથ-શેમેશના માણસોએ યહોવાના કોશમાં જોયું, તેથી તેણે તે લોકોમાંના પચાસ હજાર ને સિત્તેરને માર્યા. આથી લોકોએ વિલાપ કર્યો, કેમ કે યહોવાએ તેમને મારીને મોટો ઘાણ વાળ્યો હતો.
20 ત્યારે બેથ-શેમેશના માણસોએ કહ્યું, “યહોવા એટલે પવિત્ર ઈશ્વર આગળ કોણ ઊભું રહી શકે? અને અમારી પાસેથી બીજા કોને ત્યાં તે જાય?”
21 પછી તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશિયા મોકલીને કહ્યું, “પલિસ્તીઓ યહોવાનો કોશ પાછો લાવ્યા છે. તમે નીચે ઊતરીને તે તમારે ત્યાં લઈ જાઓ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×