Bible Versions
Bible Books

2 Samuel 19 (GUV) Gujarati Old BSI Version

1 યોઆબને ખબર મળી કે ‘આબ્શાલોમને લીધે રાજા રડે છે ને વિલાપ કરે છે.’
2 અને તે દિવસનો જ્ય સર્વ લોકને શોકરૂપ થઈ પડ્યો,
3 કેમ કે લોકોએ તે દિવસે એવી વાત સાંભળી કે ‘રાજા પોતાના દિકરાને લીધે શોક કરે છે.’ અને જેમ લડાઈમાંથી નાઠેલા લોક લજ્જિત થઈને ગુપચુપ સટકી જાય છે, તેમ તે દિવસે લોક ચૂપકીથી નગરમાં પેસી ગયાં.
4 રાજાએ પોતાનું મુખ ઢાંક્યું, ને રાજાએ મોટે સાદે વિલાપ કર્યો, “ઓ મારા દિકરા આબ્શાલોમ, અરે આબ્શાલોમ, મારા દિકરા, મારા દિકરા!”
5 પછી યોઆબે ઘરમાં રાજા પાસે જઈને કહ્યું, “તમારા જે ચાકરોએ આજે તમારો જીવ, તમારા દિકરાદીકરીઓના જીવ, તમારી પત્નીઓના જીવ, ને તમારી ઉપપત્નીઓના જીવ બચાવ્યા છે, તે બધાંનાં મુખને આજે તમે લજ્જિત કર્યા છે;
6 કેમ કે તમારા પર દ્વેષ રાખનારાઓ પર તમે પ્રેમ રાખો છો, ને તમારા પર પ્રેમ રાખનારાઓ પર તમે દ્વેષ રાખો છો. આજે તમે બતાવી આપ્યું છે કે સરદારો તથા સૈનિકો તમારી નજરમાં કંઈ નથી. કેમ કે આજે હું જોઉં છું કે, જો આબ્શાલોમ જીવતો રહ્યો હોત, તો તમને તે ઘણું સારું લાગત.
7 માટે હવે ઊઠીને બહાર આવો, ને તમારા સેવકોને દિલાસાનાં બે વચનો કહો; કેમ કે હું યહોવાના સમ ખાઉં છું કે, જો તમે બહાર નહિ આવો, તો આજે રાત્રે એક પણ માણસ તમારી મદદે રહેશે નહિ; અને તમારી જુવાનીના વખતથી તે આજ સુધીમાં જે જે દુ:ખ તમારા પર પડ્યું છે, તે સર્વ કરતાં પણ તમને વધારે ભારે પડશે, તે સર્વ કરતાં પણ તમને વધારે ભારે પડશે.”
8 ત્યારે રાજા ઊઠીને દરવાજામાં બેઠો. અને સર્વ લોકને ખબર મળી, “જુઓ, રાજા દરવાજામાં બેઠો છે;” અને સર્વ લોકો રાજાની આગળ આવ્યા. હવે સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના તંબુમાં નાસી ગયા હતા.
9 અને ઇઝરાયલનાં બધાં કુળોમાં સર્વ લોક તકરાર કરીને કહેતા હતા, “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા, ને તેમણે પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા; અને હવે આબ્શાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે.
10 અને આબ્શાલોમ, જેને આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો લડાઈમાં માર્યો ગયો છે. તો હવે રાજાને પાછા લાવવા વિષે તમે એક શબ્દ પણ કેમ બોલાતો નથી?”
11 અને દાઉદ રાજાએ સાદોક તથા અબ્યાથાર યાજકો પાસે માણસ મોકલીને કહાવ્યું, “સર્વ ઇઝરાયલીઓ રાજાને તેમને ઘેર પાછા લાવવાનો વિચાર કરે છે, એવી વાત રાજાને કાને આવી છે, તો તમે યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને તેમના ઘેર પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો?
12 તમે મારા ભાઈઓ છો, તમે મારાં હાડકાં તથા મારું માંસ છો; તો રાજાને પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો?
13 અને તમે અમાસાને કહો કે, તું મારું હાડકું તથા મારું માંસ નથી શું? જો તું મારી હજૂરમાં યોઆબને સ્થાને કાયમનો સેનાપતિ થાય, તો ઈશ્વર એવું ને કરતાં પણ વધારે મને કરો.”
14 અને તેણે યહૂદિયાના સર્વ માણસોનાં દિલ એક માણસ ના દિલ જેમ માનવી લીધાં; જેથી તેઓએ રાજાને કહાવી મોકલ્યું, “તમે તથા તમારા સર્વ ચાકરો પાછા આવો.”
15 તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવ્યો, અને રાજાને મળવા માટે સામે ઈને તેને યર્દનની પાર ઉતારી લાવવા માટે યહૂદિયા ના માણસો ગિલ્ગાલમાં આવ્યા.
16 અને બાહુરીમના ગેરાનો દિકરો, શિમઈ બિન્યામીની, ઉતાવળ કરીને યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો.
17 તેની સાથે એક હજાર બિન્યામીની માણસો હતા; અને શાઉલના ઘરનો ચાકર સીબા, ને તેની સાથે તેના પંદર દિકરા તથા તેના વીસ ચાકર હતા. તેઓ રાજાની હજૂરમાં યર્દન ઊતર્યા.
18 રાજાના પરિવારને ઉતારવા માટે, તથા તેને જે સારું લાગે તે કરવા માટે, એક હોડી પેલે પાર ગઈ. અને રાજા યર્દન ઊતરીને આવ્યો, ત્યારે ગેરાનો દિકરો શિમઈ તેની આગળ પગે પડ્યો.
19 તેણે રાજાને કહ્યું, “મારા મુરબ્બીએ મારો દોષ ગણવો. તેમ જે દિવસે મારા મુરબ્બી રાજા યરુશાલેમથી નીકળ્યા, ત્યારે તમારા ચાકરે જે દુષ્ટતા કરી, તે યાદ કરીને રાજાએ પોતાના મનમાં ખોટું લગાડવું
20 કેમ કે તમારો દાસ નક્કી જાણે છે કે તેણે પાપ કર્યું છે; માટે જુઓ, યૂસફના આખા કુટુંબમાંથી પહેલો હું મારા મુરબ્બી રાજાને મળવા માટે નીચે આવ્યો છું”
21 પણ સરુયાના દિકરા અબિશાયે ઉત્તર આપ્યો, “શિમઈએ યહોવાના અભિષિક્તને શાપ આપ્યો, માટે શું તેને મારી નાખવો જોઈએ?”
22 દાઉદે કહ્યું, “સરુયાના દિકરાઓ, તમારી સાથે મારે શી લેવા-દેવા છે કે, તમે આજે મારા વૈરી થયા છો? શું આજે ઇઝરાયલમાં કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે આજે હું ઇઝરાયલનો રાજા છું?”
23 પછી રાજાએ શિમઈને કહ્યું કે, “તું નહિ મરશે.” અને રાજાએ તેની આગળ સમ ખાધા.
24 અને શાઉલનો દિકરો મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા નીકળી ગયો હતો તે દિવસથી માંડીને, તે શાંતિએ પાછો ઘેર આવ્યો તે દિવસ સુધી, તેણે પોતાના પગ ધોયા હતા, પોતાનિ દાઢી કાપી હતી. ને પોતાનાં વસ્‍ત્ર ધોયાં હતાં,
25 અને તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો, ત્યારે એમ થયું કે રાજાએ તેને પૂછ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?”
26 તેણે ઉત્તર આપ્યો, “હે મારા મુરબ્બી રાજા, મારા ચાકરે મને ઠગ્યો; કેમ કે તમારા ચાકરે કહ્યું હતું કે, હું મારે માટે ગધેડા પર જીન બાંધું, કે જેથી તે પર સવારી કરીને હું રાજાની પાસે જાઉં, કેમ કે તમારો ચાકર લંગડો છે.
27 પણ મારા મુરબ્બી રાજા આગળ તેણે તમારા ચાકરનું વગોણું કર્યું છે. પણ મારા મુરબ્બી રાજા ઈશ્વરના દૂત જેવા છે; તો તમારી દષ્ટિમાં જે સારું લાગે તે કરો.
28 કેમ કે મારા પિતાનું આખું કુટુંબ મારા મુરબ્બી રાજા આગળ કેવળ મૂએલા માણસ જેવું હતું; તોપણ તમારી પોતાની મેજ પર જમનારાઓ મધ્યે તમે તમારા ચાકરને દાખલ કર્યો તો રાજાની આગળ હજીએ વધારે વિનંતી કરવાનો મારો શો હક છે?”
29 રાજાએ તને કહ્યું, “તારી બાબતો વિષે તું હવે વધારે શું કરવા બોલે છે? હું કહું છું કે, તું ને સીબા જાગીર વહેંચી લો.”
30 મફીબોશેથે રાજાને કહ્યું, “મારા મુરબ્બી રાજા પોતાને ઘેર શાંતિએ આવ્યા છે, તો ભલેને તે બધુંયે લે.”
31 પછી બાર્ઝિલ્લાય ગિલ્યાદી રોગલીમથી ઊતરીને આવ્યો. અને રાજાને યર્દન પાર પહોંચાડવા માટે તે તેની સાથે સાથે યર્દન ઊતર્યો હતો.
32 હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્ધ, એટલે એંશી વર્ષનો માણસ હતો; અને રાજાનો મુકામ માહનાઈમમાં હતો, તે દરમિયાન તેણે તેને ખોરાક પૂરો પાડ્યો હતો; કેમ કે તે ઘણો મોટો માણસ હતો.
33 રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, “તું મારી સાથે પેલે પાર આવ, ને હું યરુશાલેમમાં મારી સાથે તારું પાલન કરીશ.”
34 બાર્ઝિલ્લાયે રાજાને કહ્યું, “મારી જિંદગીના વર્ષના કેટલા દિવસ રહ્યા છે કે હું રાજાની સાથે યરુશાલેમ આવું?
35 આજે હું એંશી વર્ષનો છું; શું હું સારાનરસાનો ભેદ સમજી શકું છું? હું જે ખાઉં છું કે જે પીઉં છું તેનો સ્વાદ શું તમારા સેવકને લાગે છે? ગાનાર પુરુષોનો કે ગાનાર સ્‍ત્રીઓનો સાદ શું હું હવે સંભાળી શકું છું? તો શા માટે તમારા સેવકે મારા મુરબ્બી રાજાને હજી બોજારૂપ થવું જોઈએ?
36 તમારો સેવક રાજાની સાથે ફક્ત યર્દન ઊતરતાં સુધી આવશે. અને રાજાએ મને એનો આટલો બધો બદલો શા માટે આપવો જોઈએ?
37 કૃપા કરીને તમારા સેવકને પાછો જવા દો કે, હું મારા પોતાના નગરમાં મારાં માતપિતાની કબર પાસે મરણ પામું. પણ, જો, તમારો દાસ કિમ્હામ; તે મારા મુરબ્બી રાજા સાથે ભલે નદી ઊતરીને આવે. તમારી દષ્ટિમાં જે સારું લાગે તે તમે તેને માટે કરજો.”
38 રાજાએ ઉત્તર આપ્યો, “કિમ્હામ મારી સાથે નદી ઊતરીને આવે, ને તને જે સારું લાગે તે હું તેને માટે કરીશ; અને તું જે કંઈ મારી પાસે માગશે, તે હું તારે માટે કરીશ.”
39 અને સર્વ લોકો યર્દન પાર ઊતર્યા, પછી રાજા ઊતર્યો. ત્યારે રાજાએ બાર્ઝિલ્લાયને ચુંબન કર્યુ, ને તેને આશીર્વાદ આપ્યો; અને તે પાછો પોતાને સ્થળે ગયો.
40 રાજા નદી ઊતરીને ગિલ્ગાલ ગયો, ને કિમ્હામ પણ તેની સાથે ગયો; અને યહૂદિયાના સર્વ લોક ને ઇઝરાયલના પણ અડધા લોક રાજાને પાર ઉતારી લાવ્યા.
41 અને જુઓ, ઇઝરાયલના સર્વ માણસોએ રાજા પાસે આવીને રાજાને કહ્યું “અમારા ભાઈઓએ, એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે, અને રાજાને, તેમના પરિવારને, તથા દાઉદના સર્વ માણસોને તેમની સાથે યર્દન પાર કેમ લઈ ગયા છે?”
42 યહૂદિયાના સર્વ માણસોએ ઇઝરાયલના માણસોને ઉત્તર આપ્યો, “રાજા અમારા નિકટના સગા થાય છે તે માટે; બાબતમાં તમને રીસ કેમ ચઢે છે? શું અમે રાજાના પદરનું કંઈ ખાધું છે? અથવા શું તેમણે અમને કંઈ બક્ષિસ આપી છે?”
43 અને ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને ઉત્તર આપ્યો, “રાજામાં અમારા દશ ભાગ છે, વળી દાઉદમાં તમારા કરતાં અમારો હક વધારે છે. તો તમે શા માટે અમને તુચ્છ ગણીને અમારા રાજાને પાછા લાવવામાં અમારી સલાહ પહેલી પૂછી નહિ?” અને યહૂદિયાના માણસોના બોલ ઇઝરાયલના માણસોના બોલ કરતાં વધારે જુસ્સાદાર હતા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×