Bible Versions
Bible Books

Acts 26 (GUV) Gujarati Old BSI Version

1 આગ્રીપાએ પાઉલને કહ્યું, “તને તારી હકીકત જણાવવાની રજા છે.” ત્યારે પાઉલે હાથ લાંબો કરીને પ્રત્યુત્તર આપ્યો,
2 “હે આગ્રીપા રાજા, જે બાબતો વિષે યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને ધન્ય ગણું છું.
3 વિશેષે કરીને એટલા માટે કે જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે આપ માહિતગાર છો. માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.
4 નાનપણથી માંડીને મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં મારું જે વર્તન છે, તે સર્વ યહૂદીઓ જાણે છે.
5 વળી જો તેઓ સાક્ષી આપવા ચાહે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું પણ ફરોશી હતો.
6 હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે વચન ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું.
7 અમારાં બારે કુળો પણ ઈશ્વરની સેવા આતુરતાથી રાતદિવસ કરીને તે વચન ફળીભૂત થવાની આશા રાખે છે. અને, હે રાજા, આશાની ખાતર યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે!
8 ઈશ્વર મૂએલાંઓને પાછાં ઉઠાડે તમને કેમ અસંભવિત લાગે છે?
9 હું તો પ્રથમ મારા મનમાં એવું ધારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.
10 અને મેં યરુશાલેમમાં તેમ કર્યું પણ ખરું:મુખ્ય યાજકો પાસેથી સત્તા મેળવીને સંતોમાંના ઘણાને મેં બંદીખાનામાં નંખાવ્યા, અને તેઓને મારી નાખવામાં આવતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધમાં મત આપ્યો.
11 મેં સર્વ સભાસ્થાનોમાં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવાને પ્રયત્ન કર્યા. અને તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરરાજ્યનાં શહેરો સુધી પણ મેં તેઓને સતાવ્યા.
12 કામને માટે મુખ્ય યાજકો પાસેથી સત્તા તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો,
13 તેવામાં, હે રાજા, મધ્યાહને માર્ગમાં સૂર્યના તેજ કરતાં પ્રકાશિત એવો આકાશથી આવેલો પ્રકાશ મેં મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ જોયો.
14 ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? આરને લાત મારવી તને કઠણ છે.’
15 ત્યારે મેં કહ્યું, ‘પ્રભુ, તમે કોણ છો? પ્રભુએ મને કહ્યું, ‘હું ઈસુ છું, જેને તું સતાવે છે તે.
16 પણ ઊઠ, અને ઊભો થા; કેમ કે હું તને સેવક ઠરાવું, તથા મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, હેતુથી મેં તને દર્શન દીધું છે.
17 લોકો તથા જે વિદેશીઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ
18 કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.
19 તે માટે, હે આગ્રીપા રાજા, તે આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નહિ.
20 પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા વિદેશીઓને પણ મેં એવો બોધ કર્યો કે તમારે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં કૃત્યો કરવાં.
21 કારણથી યહૂદીઓએ મને મંદિરમાં પકડીને મારી નાખવાની કોશિશ કરી.
22 પરંતુ ઈશ્વરની સહાય મળવાથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાનામોટાને સાક્ષી આપતો આવ્યો છું. અને પ્રબોધકો તથા મૂસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી.
23 એટલે કે ખ્રિસ્ત મરણ વેદના સહન કરે, અને તે પ્રથમ મૂએલાંમાંથી પાછા ઊઠ્યાથી લોકોને તથા વિદેશીઓને પ્રકાશ આપે.”
24 પ્રમાણે તે પ્રત્યુત્તર આપતો હતો એટલામાં ફેસ્તસે મોટે અવાજે કહ્યું, “પાઉલ, તું ઘેલો છે; તારી ઘણી વિદ્યાએ તને ઘેલો કરી નાખ્યો છે.”
25 પણ પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તસ, હું ઘેલો નથી; પણ સત્યની તથા ડહાપણની વાતો કહું છું.
26 કેમ કે રાજા, જેમની આગળ પણ હું છૂટથી બોલું છું તે વિષે જાણે છે. કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ પણ વાત તેમનાથી ગુપ્ત નથી. કારણ કે તો ખૂણામાં બન્યું નથી.
27 હે આગ્રીપા રાજાજી, આપ શું પ્રબોધકો ની વાતો પર વિશ્વાસ કરો છો? હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.
28 ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું, “થોડા પ્રયાસ થી તું મને ખ્રિસ્તી કરવા માંગે છે.”
29 પાઉલે કહ્યું, “ઈશ્વર કરે ને ગમે તો થોડા પ્રયાસ થી કે ઘણાથી, એકલા આપ નહિ, પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ બેડીઓ સિવાય મારા જેવા થાય.”
30 પછી રાજા, હાકેમ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં.
31 તેઓએ એકાંતમાં જઈને અંદરઅંદર વિચાર કરીને કહ્યું, “એ માણસે મરણદંડ અથવા બેડીઓ પહેરાવવા યોગ્ય કંઈ કર્યું નથી.”
32 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, “જો માણસે કાઈસારની પાસે ઇન્સાફ માગ્યો હોત, તો એને છોડી દેવામાં આવત.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×