Bible Versions
Bible Books

Ephesians 4 (GUV) Gujarati Old BSI Version

1 માટે હું, પ્રભુને માટે બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો.
2 સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો.
3 શાંતિના બંધનમાં આત્માનું ઐકય રાખવાને યત્ન કરો.
4 જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે.
5 એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,
6 એક ઈશ્વર એટલે સર્વના પિતા, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ સર્વમાં છે.
7 આપણામાંના દરેકને ખ્રિસ્તના કૃપા દાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.
8 માટે તે કહે છે, “ઊંચાણમાં ચઢીને તે બંદીવાનોને લઈ ગયા, અને તેમણે માણસોને દાન આપ્યાં.”
9 તે ચઢયા, એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઊતર્યાં, એમ નહિ?
10 જે ઊતર્યાં તે છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊંચે ચઢયાં.
11 વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્‍નતિ કરવાને માટે,
12 તેમણે કેટલાક‍ પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યાં.
13 ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐકય થાય છે તે પ્રાપ્ત કરીએ, અને એમ પ્રૌઢ પુરુષત્વમાં, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે પહોંચીએ.
14 જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનરા તથા આમતેમ ફરનારા થઈએ
15 પણ પ્રેમથી સત્યને અનુસરીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.
16 એમનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્‍નતિને માટે પોતાની વૃદ્ધિ કરે છે.
17 માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ચાલો.
18 તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓનાં હ્રદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર‌ છે.
19 તેઓએ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા.
20 પણ તમે પ્રમાણે ખ્રિસ્તની પાસેથી શીખ્યા નથી.
21 જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિષેનું શક્ષણ પામ્યા હો, તો
22 કપટવાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો,
23 અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ.
24 અને નવું માણસપણું જે ઈશ્વર ના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો.
25 માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ.
26 ગુસ્સે થાઓ, પણ પાપ કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા દો.
27 અને શેતાનને સ્થાન આપો.
28 ચોરી કરનારે હવેથી ચોરી કરવી પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.
29 તમાર મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્‍નતિને માટે આવશ્યક હોય તે નીકળે કે, તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.
30 વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન કરો,
31 સર્વ પ્રકાર ની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.
32 પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×