Bible Versions
Bible Books

Exodus 37 (GUV) Gujarati Old BSI Version

1 અને બસાલએલે બાવળના લાકડાનો કોશ બનાવ્યો:તેની લંબાઈ અઢી હાથ, તથા તેની પહોળાઈ દોઢ હાથ, તથા તેની ઊંચાઈ દોઢ હાથ હતી
2 અને તેણે તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢયો, તથા તેની આસપાસ સોનાની કિનારી બનાવી.
3 અને તેણે તેને ચાર પાયાએ સોનાનાં ચાર કડાં ઢાળ્યાં; એટલે તેની એક બાજુએ બે કડાં, તથા તેની બીજી બાજુએ બે કડાં.
4 અને તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા તથા તેઓને સોનાથી મઢયા.
5 અને તેણે કોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડ નાખ્યા.
6 અને તેણે ચોખ્ખા સોનાનું દયાસન બનાવ્યું; તેની લંબાઈ અઢી હાથ, તથા તેની પહોળાઈ દોઢ હાથ હતી.
7 અને તેણે સોનાના બે કરૂબો બનાવ્યા: તેણે તેમને દયાસનને બન્‍ને છેડે ઘડતર કામના બનાવ્યા.
8 એક છેડે એક કરૂબ, ને બીજે છેડે એક કરૂબ. તેના બે છેડા પરના કરૂબો તેણે દયાસનની સાથે સળંગ બનાવ્યા.
9 અને કરૂબોએ પોતાની પાંખો ઊંચે ફેલાવીને પોતાની પાંખો વડે દયાસન પર આચ્છાદન કર્યું, ને તેઓનાં મુખ સામસામાં હતાં. દયાસનની તરફ કરૂબોનાં મુખ હતાં.
10 અને મૂસાએ બાવળના લાકડાની મેજ બનાવી:તેની લંબાઈ બે હાથ, તથા તેની પહોળાઈ એક હાથ તથા તેની ઊંચાઈ દોઢ હાથ હતી;
11 અને તેણે તેને ચોખ્ખા સોનાથી મઢી, ને તેની આસપાસ સોનાની કિનારી બનાવી.
12 અને તેણે તેની આસપાસ સોનાની ચાર આંગળ પહોળી પાળ બનાવી, ને તે પાળની આસપાસ સોનાની ધાર કરી.
13 અને તેણે તેને માટે સોનાનાં ચાર કડાં ઢાળ્યાં, ને તેના ચાર પાયામાંના ચાર ખૂણામાં તે કડાં નાખ્યાં.
14 મેજ ઊંચકવાના દાંડાની જગાઓ એટલે કડાં કિનારીની નજીક હતાં.
15 અને તેણે મેજ ઊંચકવા માટે બાવળના લાકડાંના દાંડા બનાવ્ય, ને તેઓને સોનાથી મઢયા.
16 અને તેણે મેજ પરની સામગ્રી, એટલે તેની થાળીઓ તથા તેની કડછીઓ તથા તેના વાટકા તથા રેડવા માટે ચોખ્ખા સોનાનાં પ્યાલાં બનાવ્યાં.
17 અને તેણે ચોખ્ખા સોનાનું એક દીપવૃક્ષ બનાવ્યું. ઘડતર કામનું દીપવૃક્ષ તેણે બનાવ્યું, એટલે તેની બેઠક તથા તેનો દાંડો; તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલ તે તેની સાથે સળંગ જોડેલાં હતાં.
18 અને તેનીબાજુઓમાંથી શાખાઓ નીકળેલી હતી. એટલે દીપવૃક્ષની ત્રણ શાખાઓ તેની એક બાજુએથી, તથા દીપવૃક્ષની બીજી ત્રણ શાખાઓ તેની બીજી બાજુએથી.
19 એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલા ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ; અને બીજી શાખામં બદામફૂલના આકારનાં બનાવેલા ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છયે શાખાઓનું હતું.
20 અને દીપવૃક્ષમાં બદામફૂલના આકારનાં બનાવેલાં ચાર ચાડાં, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલ,
21 અને તેમાંથી નીકળતી શાખાઓમાંની એક જોડની નીચે તેની સાથે સળંગ જોડેલી એક કળી, તથા બીજી જોડની નીચે તેની સાથે સળંગ જોડેલી એક કળી, તથા ત્રીજી જોડની નીચે તેની સાથે સળંગ જોડેલી એક કળી હતી.
22 તેમની કળીઓ તથા શાખાઓ તેની સાથે સળંગ હતી; તે બધું ચોખ્ખા સોનાના ઘડતર કામનું હતું.
23 aએન તેણે તેના સાત દીવા, તથા તેના ચીપિયા તથા તેની તબકડીઓ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં.
24 તેણે તે તથા તેનાં સર્વ પાત્રો એક તાલંત ચોખ્ખા સોનાનાં બનાવ્યાં.
25 અને તેણે બાવળનઅ લાકડાની ધૂપવેદી બનાવી. તે ચોરસ હતી, એટલે તેની લંબાઈ એક હાથ તથા તેની પહોળાઈ એક હાથ હતી; અને તેની ઊંચાઈ બે હાથ હતી; તેનાં શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.
26 અને તેણે તેને ચોખ્ખા સોનાથી મઢી, એટલે તેનું મથાળું તથા તેની આસપાસની બાજુઓ તથા તેનાં શિંગ. અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
27 અને તેણે તેની બે બાજુએ તેની બે ધારો પર તેની કિનારી નીચે તેને ઊંચકવાના દાંડા રાખવાને માટે સોનાનાં બે કડાં બનાવ્યાં.
28 અને તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા, ને તેણે સોનાથી મઢયા.
29 અને તેણે ગાંધીના હુન્‍નર પ્રમાણે અભિષેક કરવાનું પવિત્ર તેલ, તથા ખુશબોદાર સુગંધીઓનો ચોખ્ખો ધૂપ બનાવ્યાં.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×