Bible Versions
Bible Books

Ezekiel 26 (GUV) Gujarati Old BSI Version

1 અગિયારમે વર્ષે માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,
2 “હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમની વિરુદ્ધ કહ્યું છે કે, ‘વાહ વાહ, જે નગરી પ્રજાઓનો દરવાજો હતી તે ભાંગી ગઈ છે. તે તારી તરફ વળી છે. હવે તે ઉજ્જડ થઈ છે, માટે હું સમૃદ્ધિવાન થઈશ.’
3 માટે પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, જો, હું તારી વિરુદ્ધ છું, ને જેમ સમુદ્રના મોજાં ચઢી આવે છે તેમ હું ઘણી પ્રજાઓને તારા ઉપર ચઢાવી લઈશ.
4 તેઓ તૂરના કોટનો નાશ કરીને તેના બુરજો તોડી પાડશે. હું તેની ધૂળ પણ તે પરથી કાઢી નાખીને તેને ઉઘાડો ખડક બનાવી દઈશ.
5 તે સમુદ્રમાં જાળો પાથરવાની જગા થશે, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, હું તે બોલ્યો છું.અને અન્ય પ્રજાઓ તેને લૂંટી લેશે.
6 તેની દીકરીઓ જે સીમમાં હશે તેઓ તરવારથી મારી જશે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.
7 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તૂર ઉપર ઉત્તરમાંથી બાબિલપતિ રાજાધિરાજ નબૂખાદનેસ્સારને ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકના જથા સહિત ચઢાવી લાવીશ.
8 તે તરવારથી તારી પુત્રીઓને સીમમાં મારી નાખશે. તે તારી સામે કિલ્લા બાંધશે, તારી સામે મોરચા ઉઠાવશે, ને તારી સામે ઢાલ ધરશે.
9 તે તારા કોટ સામે કોટભંજક યંત્રો ગોઠવાશે, ને તે પોતાના તીકમોથી તારા બુરજોને તોડી પાડશે.
10 તેના ઘોડાઓ પુષ્કળ હોવાથી તેમની ધૂળ તને ઢાંકી નાખશે, કોઈ નગરના કોટમાં બાકોરું પડે છે ત્યારે જેમ લોકો તેમાં પેસી જાય છે, તેમ જ્યારે તે તારા દરવાજાઓમાં પ્રવેશ કરશે ત્યારે ઘોડેસવારોના, પૈડાંના તથા રથોના ઘમઘમાટથી તારા કોટ થથરશે.
11 તેના ઘોડાઓની ખરીઓથી તે તારી સર્વ ગલીઓને ખૂંદી નાખશે. તે તારા લોકોનો તરવારથી સંહાર કરશે, ને તારા સમર્થ સ્તંભો જમીનદોસ્ત થશે.
12 તેઓ તારું દ્રવ્ય લૂંટી લેશે, ને તારી માલમતાનું હરણ કરશે. તેઓ તારા કોટ તોડી પાડશે, ને તારા સુંદર ઘરોનો નાશ કરશે. તેઓ તારા પથ્થરોને તથા તારા લક્કડને તથા તારી ધૂળને પાણીમાં નાખી દેશે.
13 હું તારાં ગાયનોનો નાદ બંધ પાડીશ અને તારી વીણાઓનો સૂર ત્યાર પછી સંભળાશે નહિ.
14 હું તને ઉઘાડો ખડક કરી નાખીશ. તું જાળો પાથરવાની જગા થઈ પડશે. તું ફરીથી બંધાઈશ નહિ, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, હું યહોવા તે બોલ્યો છું.
15 પ્રભુ યહોવા તૂરને પ્રમાણે કહે છે: તારામાં કતલ ચાલ્યાથી ઘાયલ થયેલા હાયપીટ કરશે. ત્યારે તારા પડવાના ધબકારાથી દ્વીપો નહિ થથરે શું?
16 વખતે સમુદ્ર કાંઠા ના સર્વ હાકેમો પતાનાં રાજ્યાસનો પરથી ઊતરી જઈને પોતાના ઝબ્બાઓ કાઢી નાખશે, ને પોતાનાં બુટ્ટાદાર વસ્ત્રો ઉતારશે. તો ધ્રૂજતાં ધ્રૂજતાં વસ્ત્રો પહેરશે; તેઓ જમીન પર બેસશે, ને દરેક પળે ધ્રૂજશે, ને તને જોઈને વિસ્મય પામશે.
17 પછી તેઓ તારે વિષે એક પરજિયો ગાઈને તને કહેશે. ‘તું એક પ્રખ્યાત નગરી હતી, તારામાં ખલાસીઓની વસતિ હતી, તું ને તારા રહેવાસીઓ સમુદ્ર પર પરાક્રમી હતા, તમણે તેમાં આવજા કરનાર સર્વ ઉપર પોતાનો ધાક બેસાડ્યો હતો. તારો કેવો વિનાશ થયો છે!’
18 તારી પડતીને દિવસે દ્વીપો કાંપશે; હા, સમુદ્રમાંના દ્વીપો તારો વિનાશ જોઈને ભયભીત થશે.
19 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે હું તને વસતિ વગરનાં નગરોની માફક ઉજ્જડ નગર કરીશ, જ્યારે હું તારા પર સમુદ્રને ફેરવી વાળીશ, ને મહા જળપ્રલય તને ઢાંકી દેશે,
20 ત્યારે હું તને નીચે નાખી દઈને કબરમાં ઊતરી જનારા, એટલે પ્રાચીન કાળના લોકો, ભેગું કરીશ, ને તને પાતાળમાં પ્રાચીન કાળથી ઉજ્જડ પડેલૌ જગાઓમાં, કબરમાં ઊતરી ગયેલાઓ ભેગું વસાવીશ કે, ફરીથી તારામાં વસતિ થાય. અને જીવતાઓની ભૂમિમાં તારું ગૌરવ હું સ્થાપીશ નહિ.
21 હું તને ત્રાસરૂપ કરીશ, ને તારું નામનિશાન રહેશે નહિ, જો કોઈ તારી શોધ કરે તોપણ તું ફરી જડશે નહિ, એમ પ્રભુ યહોવા કહે છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×