Bible Versions
Bible Books

Genesis 30 (GUV) Gujarati Old BSI Version

1 અને રાહેલે જોયુમ કે, હું યાકૂબના પેટનાં છોકરાં જન્માવતી નથી, ત્યારે રાહેલે પોતાની બહેન પર અદેખાઈ રાખીને યાકૂબને કહ્યું, “મને છોકરાં આપો, નહિ તો હું મરી જઈશ.”
2 અને યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “ઈશ્વર જેમણે તારાથી પેટનું ફળ પાછું રાખ્યું છે, તેને ઠેકાણે શું હું છું?”
3 અને રાહેલે કહ્યું, “જો, મારી દાસી બિલ્હાની પાસે તું જા કે, તે મારે ખોળે જન્મ આપે, ને તેનાથી મને પણ છોકરાં થાય.”
4 અને રાહેલે યાકૂબની પત્ની તરીકે પોતાની દાસી બિલ્હા યાકૂબને આપી. અને યાકૂબ તેની પાસે ગયો.
5 અને બિલ્હા ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો દીકરો થયો.
6 અને રાહેલ બોલી, “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે, ને મારી હાંક પણ સાંભળી છે, ને મને દીકરો આપ્યો છે.” તે માટે રાહેલે તેનું નામ દાન પાડયું.
7 અને રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો બીજો દીકરો થયો.
8 અને રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે ને હું જય પામી છું.” માટે તેણે તેનું નામ નફતાલી પાડયું.
9 અને લેઓએ જોયું કે તેને સંતાન થવાં બંધ થયાં છે, ત્યારે લેઆએ પોતાની દાસી ઝિલ્પાને લાવીને યાકૂબને તેની પત્ની તરીકે આપી.
10 અને યાકૂબને લેઆની દાસી ઝિલ્પાના પેટનો દીકરો થયો.
11 અને લેઆએ કહ્યું, “સુભાગ્ય!” માટે તેણે તેનું નામ ગાદ પાડયું.
12 અને યાકૂબને લેઆની દાસી ઝિલ્પાના પેટનો બીજો દીકરો થયો.
13 અને લેઆ બોલી, “મને ધન્ય છે, કેમ કે સ્‍ત્રીઓ મને ધન્ય કહેશે.” માટે તેણે તેનું નામ આશેર પાડયું.
14 અને રૂબેન ઘૂઉં કાપવાની મોસમે ખેતરમાં ગયો, ને તેને રીંગણાં મળી આવ્યાં, તેઓને તે પોતાની મા લેઆની પાસે લાવ્યો. અને રાહેલે લેઆને કહ્યું, “તારા દિકરાનાં રીંગણામંઆથી મને આપ.”
15 અને તેણે કહ્યું, “તેં મારા પતિને લઈ લીધો છે, તે કંઈ થોડું છે? મારા દિકરાનાં રીંગણાંને લીધઞ આજે રાત્રે યાકૂબ તારી સાથે સૂઈ રહેશે.”
16 અને સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો, ને લેઓએ એને મળવાને બહાર જઈને કહ્યું, “તમારે મારી પાસે આવવું, કેમ કે મારા દિકરાનાં રીંગણાં આપીને મેં ખચીત તમને રાખ્યા છે.” અને યાકૂબ તે રાત્રે તેની સાથે સૂઈ રહ્યો.
17 અને ઈશ્વરે લેઆનું સાંભળ્યું, ને તે ગર્ભવતી થઈ, ને તેના પેટનો યાકૂબને પાંચમો દીકરો થયો.
18 અને લેઆએ કહ્યું, “ઈશ્વરે મને બદલો આપ્યો છે, કેમ કે મેં માર પતિને મારી દાસી આપી છે;” માટે તેણે તેનું નામ ઇસ્સાખાર પાડયું.
19 અને લેઆ ફરી ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો છઠ્ઠો દીકરો થયો.
20 અને લેવાએ કહ્યું, “ઈશ્વરે મને ઉત્તમ દાન આપ્યું છે. હવે મારો પતિ મારી સાથે રહેશે, કેમ કે મેં તેને માટે દિકરા જન્માવ્યા છે;” માટે તેણે તેનું નામ ઝબુલોન પાડયું.
21 અને ત્યાર પછી તેણે એક દીકરીને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ દીના પાડયું.
22 અને ઈશ્વરે રાહેલને યાદ કરી, ને ઈશ્વરે તેનું સાંભળ્યું, ને તેનું ગર્ભસ્થાન ઉઘાડયું.
23 અને તે ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને તે બોલી, “ઈશ્વરે મારું અપમાન ટાળ્યું છે.”
24 અને તેણે તેનું નામ યૂસફ પાડયું, ને તે બોલી, “પ્રભુ એક બીજો દીકરો પણ મને આપો.”
25 અને એમ થયુમ કે રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, “મને વિદાય કર કે, હું સ્વદેશ, એટલે મારા વતનમાં, જાઉં.
26 મારી પત્નીઓ તથા મારાં છોકરાં, જેઓને માટે મેં તારી ચાકરી કરી છે, તેઓને મને આપ, ને મને જવા દે, કેમ કે મેં તારી કેવી ચાકરી કરી છે તે તું જાણે છે.”
27 અને લબાને તેને કહ્યું, “મારા પર તારી કૃપાદષ્ટિ હોય તો રહે; કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે. મેં શુકનથી જાણ્યું છે.”
28 અને લાબાને કહ્યું “તારે કેટલું જોઈએ તે મને કહે, ને હું તે તને આપીશ.”
29 અને યાકૂબે તેને કહ્યું, “મેં તારી કેવી ચાકરી કરી છે, ને તારાં ઢોર મારી પાસે કેવા થયાં છે, તું જાણે છે.
30 કેમ કે મારા આવ્યા અગાઉ તારું જે હતું તે થોડું હતું, ને હવે તે બહુ વધ્યું છે; અને જ્યાં મેં પગલું ભર્યું છે ત્યાં યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે; પણ હવે મારા પોતાના ઘરનાનું હું કયારે પૂરું કરીશ?”
31 અને લાબાને તેને કહ્યું, “હું તને શું આપું?” અને યાકૂબે કહ્યું, “મને તું કંઈ આપીશ. જો તું મારે માટે આટલું કરે તો હું ફરી તારું ટોળું ચારીશ ને સાચવીશ.
32 આજ હું તારા આખા ટોળામાં ફરીશ, ને ઘેટાંમંથી છાંટવાળાંને જુદાં કરીશ; અને મારું વેતન થશે.
33 અને મારું વેતન જે તારી આગળ છે, તે વિષે તું આવશે ત્યારે આગળ જતાં મારું ન્યાયીપણું મારા પક્ષમાં તને ઉત્તર આપશે. બકરાંમાં જે છાંટવાળાં કે ટપકાંવાળાં નથી, ને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે હોય તો તેઓ સર્વ ચોરીનાં ગણાય.”
34 અને લાબાને કહ્યું, “જો તારી વાત પ્રમાણે થાય તેમાં હું રાજી છું.”
35 અને તે દિવસે પટાદાર તથા ટપકાંવાળાં બકરા, ને સર્વ છાંટવાળી તથા ટપકાંવાળી બકરી, એટલે હરેક જેમાં કંઈ સફેદી હતી તેઓન, ને ઘેટાંમાંનાં પણ જે કાળાં તેઓને જુદાં કરીને લાબાને તેઓને પોતાના દિકરાઓના હાથમાં સોંપ્યાં.
36 અને તેણે પોતાની ને યાકૂબની વચમાં ત્રણ દિવસના મજલ જેટલું અંતર રાખ્યું; અને યાકૂબે લાબાનનાં બાકી રહેલાં ટોળાં ચાર્યાં.
37 અને યાકૂબે લીમડાની ને બદામડી તથા આર્મોન ઝાડની લીલી ડાળીઓ લીધી ને તેની છાલ છોલી તેઓમાં ધોળા પટા પાડયા, ને તેઓમાં જે ધોળું તે દેખાયું.
38 અને જે ડાળીઓ તેણે છોલી હતી તે, ઢોર પીવા આવતાં ત્યાં, હવાડાઓમાં તથા નીકોમાં તેણે તેઓની આગળ ઊભી કરી અને પીતી વખતે તેઓ સવાણે આવતાં હતાં.
39 અને ખોસેલી ડાળીઓ આગળ ઢોરો ગર્ભધારણ કરતાં હતાં. ને તેઓને પટાદાર, છાંટવાળાં, તથા ટપકાંવાળાં બચ્ચાં થયાં.
40 અને યાકૂબે ઘેટાંને જુદાં કર્યાં, ને લાબાનના ટોળામાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ ટોળાંનાં મોઢાં રાખ્યાં. અને તેણે પોતાનાં ટોળાં જુદાં પાડયાં, ને લાબાનના ટોળાની પાસે તેમને રાખ્યાં નહિ.
41 અને એમ થયું કે જયારે ટોળાંમાંનાં જબરાં સવાણે આવતાં, ત્યારે યાકૂબ તે ડાળીઓ ઢોરની આગળ નીકોમાં મૂકતો કે, તેઓ ડાળીઓની આગળ ગર્ભધારણ કરે.
42 પણ ઢોર નબળાં હોય ત્યારે તે ડાળીઓ મૂકતો નહોતો; માટે નબળાં તે લાબાનનાં, ને જબરાં તે યાકૂબનાં થયાં.
43 અને તે માણસ બહુ વૃદ્ધિ પામ્યો, ને તેને મોટાં ટોળાં તથા દાસો તથા દાસીઓ તથા ઊંટો તથા ગધેડાં હતાં.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×