Bible Versions
Bible Books

Genesis 4 (GUV) Gujarati Old BSI Version

1 આદમ અને તેની પત્ની હવા વચ્ચે જાતિય સંબંધ થયો અને તે ગર્ભવતી થઈ અને એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ તેઓએ ‘કાઈન’ રાખ્યું. હવાએ કહ્યું, “યહોવાની સહાયથી મને પુત્ર મળ્યો છે.”
2 પછી હવાએ બીજા બાળકને જન્મ આપ્યો. તે બાળક ‘કાઈન’નો ભાઈ હાબેલ હતો. હાબેલ ભરવાડ બન્યો અને કાઈન ખેડૂત બન્યો.
3 પાકના સમયે કાઈન યહોવા પાસે એક અર્પણ લાવ્યો, પોતાની જમીનમાં પેદા કરેલા અનાજમાંથી થોડું અનાજ તે લાવ્યો. પરંતુ હાબેલ પોતાનાં ઘેટા અને બકરાના સમૂહમાંથી થોડા પ્રાણીઓ લાવ્યો. હાબેલ પોતાના સૌથી શ્રેષ્ઠ ઘેટાં.
4 અને બકરાંનાં પહેલાં બચ્ચાં તેમની ચરબી સાથે લાવ્યો.યહોવાએ હાબેલ અને તેના અર્પણોનો સ્વીકાર કર્યો;
5 પરંતુ યહોવાએ કાઈન તથા તેના અર્પણનો અસ્વીકાર કર્યો તેથી કાઈન ખૂબ ગુસ્સે થયો અને દુ:ખી થયો.
6 યહોવાએ કાઈનને પૂછયું, “તું કેમ રોષે ભરાયો છે? તારું મોંઢું ઉતરેલું કેમ દેખાય છે?
7 જો તું સારાં કામ કરીશ, તો માંરી નજરમાં તું યોગ્ય ઠરીશ. અને પછી હું તારો સ્વીકાર કરીશ. પરંતુ જો તું ખરાબ કામ કરીશ તો તે પાપ તારા જીવનમાં રહેશે. તારાં પાપો તને તેના વશમાં રાખવા ઈચ્છશે પરંતુ તારે તારાં પાપોને તારા પોતાના વશમાં રાખવા પડશે.”
8 કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલો, આપણે બહાર મેદાનમાં જઈએ.” તેથી કાઈન અને હાબેલ મેદાનમાં ગયા. અને પછી કાઈને પોતાના ભાઈ પર હુમલો કર્યો અને તેની હત્યા કરી.
9 પછી યહોવાએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?”કાઈને જવાબ આપ્યો, “હું નથી જાણતો, શું માંરું કામ છે કે, હું માંરા ભાઈની ચોકી કરું, ને સંભાળ રાખું?”
10 પછી યહોવાએ કહ્યું, “તેં શું કર્યું? તારા ભાઈનું લોહી ધરતીમાંથી મને પોકાર આપતા અવાજ જેવું છે
11 તેં તારા પોતાના ભાઈની હત્યા કરી છે. અને હવે તારા ભાઈનું રકત તારા હાથથી લેવાને જે ધરતીએ પોતાનું મોં ખોલ્યું છે, તેથી હવે હું ભૂમિને ખરાબ કરવાવાળી વસ્તુઓ હું ઉત્પન્ન કરીશ.
12 ભૂતકાળમાં તેં વાવણી કરી હતી અને તે મોટા પ્રમાંણમાં ઊગી હતી. પરંતુ હવે તું જમીનને ખેડીશ ત્યારે તને પાક નહિ આપે; તારે પૃથ્વી પર રઝળતાં રખડતાં ફરવું પડશે.”
13 ત્યારે કાઈને કહ્યું, “આ સજા સહન કરવી તે માંરા ગજા બહારની છે.
14 તમે મને આજે જમીનને ખેડવામાંથી હાંકી કાઢયો છે. એટલે માંરે તમાંરી આગળથી સંતાતા ફરવું પડશે, માંરે ભૂમિ પર રઝળતા રખડતાં ફરવું પડશે. અને પૃથ્વી પર માંરો વિનાશ થશે. અને જો કોઈ મનુષ્ય મને મળશે તો તે મને માંરી નાખશે.”
15 ત્યારે યહોવાએ કાઈનને કહ્યું, “હું એમ થવા દઈશ નહિ. જો કોઈ તને માંરશે તો હું તે માંણસને સાતગણી કડક શિક્ષા કરીશ.” પછી યહોવાએ કાઈન પર એક નિશાન બનાવ્યું. નિશાન એમ દર્શાવતું હતું કે, કાઈનને કોઈ માંરે નહિ.
16 પછી કાઈન યહોવા પાસેથી ચાલ્યો ગયો. અને એદનની પૂર્વમાં આવેલા નોદની ભૂમિમાં રહેવા લાગ્યો.
17 કાઈને પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ કર્યો જેથી તે ગર્ભવતી થઈ અને તેણે હનોખ નામના બાળકને જન્મ આપ્યો. કાઈને એક શહેર વસાવ્યું અને પોતાના પુત્રના નામ પરથી તેનું નામ હનોખ પાડયું.
18 હનોખથી ઇરાદ જન્મ્યો અને ઇરાદથી મહૂયાએલ જન્મ્યો. મહૂયાએલથી મથૂશાએલ અને મથૂશાએલથી લામેખ જન્મ્યો.
19 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. એક પત્નીનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ હતું.
20 આદાહે યાબાલને જન્મ આપ્યો. જેઓ તંબુઓમાં રહે છે અને પશુપાલન કરે છે તેઓના તે પિતા હતા.
21 આદાહનો બીજો પુત્ર યૂબાલ પણ હતો. યૂબાલ યાબાલનો ભાઈ હતો. વીણા અને વાંસળી વગાડનારાઓનો તે પિતા હતો.
22 સિલ્લાહે તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે કાંસાંનાં અને લોખંડનાં બધી જાતનાં ઓજારો બનાવનારાઓનો પિતા હતો. તૂબાલ-કાઈનની બહેનનું નામ નાઅમાંહ હતું.
23 લામેખે પોતાની પત્નીઓને કહ્યું:“આદાહ અને સિલ્લાહ, માંરી વાત સાંભળો. હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો. મને દુ:ખ પહોંચાડનાર એક માંણસને, મેં માંરી નાખ્યો છે. મને માંરતાં એક છોકરાને મેં માંરી નાખ્યો છે.
24 કાઈનની હત્યાનો દંડ ઘણો ભારે હતો. તેથી માંરી હત્યાનો દંડ પણ તેનાથી વધારેને વધારે ભારે હશે. જો કાઇનનું વેર સાતગણું લેવાશે, તો લામેખનું જરૂર સિત્તોતેરગણું લેવાશે.”
25 આદમે હવા સાથે ફરીવાર જાતિય સંબંધ બાંધ્યો અને હવાએ બીજા એક પુત્રને જન્મ આપ્યો. તેઓએ તે બાળકનું નામ ‘શેથ’ પાડયું. હવાએ કહ્યું, “દેવે મને બીજો પુત્ર આપ્યો છે. કાઈને હાબેલને માંરી નાખ્યો પરંતુ હવે ‘શેથ’ માંરી પાસે છે.”
26 ‘શેથ’ને પણ એક પુત્ર હતો. એનું નામ ‘અનોશ’ હતું. તે સમયે, લોકોએ યહોવાને પ્રાર્થના કરવાનું શરૂ કર્યુ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×