Bible Versions
Bible Books

Hebrews 10 (GUV) Gujarati Old BSI Version

1 કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્‍ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી, માટે જે એકનાએક યજ્ઞ વર્ષોવર્ષ તેઓ હમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્‍ત્ર કદી સમર્થ નહોતું.
2 જો એમ હોત, તો યજ્ઞ કરવાનું શું બંધ થાત? કેમ કે એક વાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓનાં અંત:કરણમાં ફરી પાપોની કંઈ અંતર્વાસના થાત નહિ.
3 પણ તે યજ્ઞથી વર્ષોવર્ષ પાપોનું સ્મરણ થયા કરે છે.
4 કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી.
5 માટે જગતમાં આવતાં તે કહે છે, “તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.
6 દહનીયાર્પણથી તથા પાપાર્થાપર્ણથી તમે કંઈ પ્રસન્‍ન થતા નહોતા.
7 પછી મેં કહ્યું કે, હે ઈશ્વર જુઓ, (શાસ્‍ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે) તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.”
8 ઉપર તેમણે કહ્યું, “બલિદાનો, અર્પણો તથા દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ (જે નિયમશાસ્‍ત્ર પ્રમાણે આપવામાં આવે છે), તેઓની તમે ઇચ્છા રાખી નહિ, ને તેઓથી તમે પ્રસન્‍ન થયા નહોતા.”
9 ત્યારે તેમણે કહ્યું, “જો તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.” બીજાને સ્થાપવા માટે પહેલાને તે રદ કરે છે.
10 તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
11 વળી દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા ને બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે, પરંતુ બલિદાનો પાપોને દૂર કરવાને કદી પણ સમર્થ નથી.
12 પણ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને માટે કરીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.
13 અને હવે પછી તેમના વૈરીઓને તેમનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે.
14 કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણે એક અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે.
15 વળી પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે. કેમ કે તેમણે પ્રથમ કહ્યું હતું,
16 “તે દિવસો પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ, અને તેઓના હ્રદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે.”
17 ત્યાર પછી તે કહે છે કે, “તેઓનાં પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરી સ્મરણ કરીશ નહિ.”
18 હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે, ત્યાં પાપને માટે ફરીથી બીજા અર્પણની જરૂર નથી.
19 મારા ભાઈઓ, તેમણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડયો છે.
20 તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે.
21 અને વળી ઈશ્વરના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે.
22 માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હ્રદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની સન્‍નિધ જઈએ.
23 આપણે આપણી આશાની કબૂલાત દઢ પકડી રાખીએ, કેમ કે જેમણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે.
24 અને પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.
25 જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો જુઓ, તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.
26 કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી.
27 પણ ઇનસાફની ભયંકર અપેક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ રહેલો છે.
28 જે કોઈ મૂસાના નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નહોતી. પણ બે કે ત્રણ સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી.
29 તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે છૂંદ્યા છે, ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે, તે વિષે તમે શું ધારો છો?
30 કેમ કે “બદલો લેવો મારું કામ છે, હું વાળી આપીશ, અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.
31 જીવતા ઈશ્વરના હાથમાં પડવું ભયંકર છે.
32 પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો, સમયે તમે પ્રકાશિત થયા પછી,
33 કંઈકઅંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને, અને કંઈક અંશે એવું દુ:ખ સહન કરનારઓની સાથે ભાગીદાર થઈને, તમે દુ:ખોનો મોટો હુમલો સહન કર્યો.
34 કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી, અને તમારી માલમિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્‍વર્ગમાં છે, તમે જાણતા હતા.
35 તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે, તેને નાખી દો.
36 કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.
37 કેમ કે જે આવવાના છે, તે છેક થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહિ.
38 પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હઠી જાય, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.
39 પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×