Bible Versions
Bible Books

Hebrews 11 (GUV) Gujarati Old BSI Version

1 હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદશ્ય વસ્તુઓની સાબિતી છે.
2 કેમ કે વિશ્વાસ થી પ્રાચીન સમયના ઈશ્વરભકતો વિષે સાક્ષી પૂરવામાં આવી.
3 વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે, ઈશ્વરના શબ્દથી સૃષ્ટિનું સર્જન કર્યું, એટલે જે જે દશ્ય છે તે તે દશ્યમાન વસ્તુઓથી ઉત્પન્‍ન થયા નથી.
4 વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન ઈશ્વરને આપ્યું, તેથી તે ન્યાયી છે, એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમકે ઈશ્વરે તેનાં દાનો સંબંધી સાક્ષી આપી. અને તેથી મૂએલો હોવા છતાં પણ તે હજી બોલે છે.
5 વિશ્વાસથી હનોંખને ઉપર લઈ લેવામાં આવ્યો કે, તે મરણ જુએ. તે જડ્યો નહિ, કેમ કે ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો; તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે ઈશ્વર તેના પર પ્રસન્‍ન હતા.
6 પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરવા બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.
7 નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.
8 વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્‍થળ વારસામાં પોતાને મળવાનું હતું, ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે કયાં જાય છે, જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો.
9 વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો, અને તે વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો;
10 કેમ કે જે શહેરને પાયો છે, જેના યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેની આશા તે રાખતો હતો.
11 વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ, કેમ કે જેમણે વચન આપ્યું હતું, તેમને તેણે વિશ્વાસયોગ્ય ગણ્યા.
12 માટે એકથી, અને તે પણ વળી મૂએલા જેવો તેનાથી, આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત લોક ઉત્પન્‍ન થયા.
13 સર્વ વિશ્વાસમાં મરણ પામ્યાં, તેમને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું, ને પોતાના વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.
14 કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે, તેઓ સ્વદેશનો શોધ કરે છે.
15 જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો.
16 પણ હવે તેઓ વધારે સારા દેશની, એટલે સ્વર્ગીય દેશની, ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતાં શરમાતા નથી. કેમ કે તેમણે તેઓને માટે એક શહેર તૈયાર કર્યું છે.
17 વિશ્વાસથી ઇબ્રાહિમે, જયારે તેની કસોટી થઈ ત્યારે, ઇસહાકનું બલિદાન આપ્યું, એટલે જેને વચનો આપવામાં આવ્યાં હતાં, ને જેને કહેવામાં આવ્યું હતું કે,
18 “ઇસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકનાએક પુત્રનું બલિદાન આપ્યું.
19 કેમ કે મૂએલાંઓને પણ ઉઠાડવાને ઈશ્વર સમર્થ છે, એમ તે માનતો હતો. અને પુનરુત્થાનના દ્દષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.
20 વિશ્વાસથી ઇસહાકે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકૂબને તથા એસાવને આશીર્વાદ આપ્યો.
21 વિશ્વાસથી યાકૂબે મરતી વખતે યૂસફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો; અને પોતાની લાકડીની મૂઠ પર ટેકીને આરાધના કરી.
22 વિશ્વાસથી યૂસફે પોતાના અંતકાળે ઇઝરાયેલના સંતાનના નિર્ગમન વિષેની વાત યાદ કરાવી, અને પોતાનાં હાડકાં સંબંધી આજ્ઞા આપી.
23 વિશ્વાસથી મૂસાનાં માબાપે તેના જન્મ્યા પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે. અને તેઓ રાજાની આજ્ઞાથી બીધાં નહિ.
24 વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી.
25 પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરનાં લોકોની સાથે દુ:ખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું.
26 મિસરમાંના દ્વવ્યભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી સંપત્તિ અધિક છે, એમ તેણે માન્યું. કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ તેણે લક્ષ રાખ્યું.
27 વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધથી તે બીધો નહિ; કેમ કે જાણે તે અદશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો.
28 વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી, રખેને પ્રથમજનિતોનો નાશ કરનાર તેઓને અડકે.
29 વિશ્વાસથી તેઓ, જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ, લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એવો પ્રયત્ન કરતાં મિસરીઓ ડૂબી મર્યા.
30 વિશ્વાસથી યરીખોના કોટની સાત દિવસ પ્રદક્ષિણા કર્યા પછી તે જમીનદોસ્ત થયો.
31 વિશ્વાસથી રાહાબ વેશ્યાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો, તેથી અનાજ્ઞાકિંતોની સાથે તેનો નાશ થયો નહિ.
32 એથી વિશેષ હું શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, શામસૂન, યિફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી:
33 તેઓએ વિશ્વાસથી રાજયો જીત્યાં, ન્યાયીપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યાં, સિંહોના મોં બંધ કર્યાં,
34 અગ્નિનું બળ નિરર્થક કર્યું, તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી.
35 સ્‍ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. બીજા કેટલાક રિબાઈ રિબાઈને મરણ પામ્યા, તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે.
36 બીજા કેટલાક મશ્કરીઓથી કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનાંમાં નંખાઈને પરખાયા.
37 તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યા ગયા, તેઓ ઘેટાંબકરાંનાં ચામડાં પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રિબાયેલાં તથા પીડાયેલા હતા.
38 (જગત તેઓને યોગ્ય હતું), તેઓ રાનોમાં, પહાડોમાં, બખોલોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા.
39 સર્વ વિષે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી, પણ તેઓને વચનનું ફળ મળ્યું નહિ,
40 કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ થાય.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×