Bible Versions
Bible Books

John 14 (GUV) Gujarati Old BSI Version

1 તમારાં હ્રદયોને વ્યાકુળ થવા દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.
2 મારા પિતાના ઘરમાં રહેવાનાં ખંડ ઘણા છે, નહિ તો હું તમને કહેત; કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું.
3 અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ. જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો.
4 જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.”
5 થોમા તેમને કહે છે, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી. ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ?”
6 ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.
7 તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત. હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.”
8 ફિલિપ તેમને કહે છે, “પ્રભુ અમને પિતા બતાવો, એટલે અમારે બસ છે.”
9 ઈસુ તેને કહે છે, “ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. તો તું શા માટે કહે છે કે અમને પિતા બતાવો.
10 હું પિતામાં છું ને પિતા મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાનાં કામ કરે છે.
11 હું પિતામાં છું અને પિતા મારામાં છે, એવો વિશ્વાસ મારા પર રાખો; નહિ તો કામોને લીધે મારા પર વિશ્વાસ રાખો.
12 હું તમને ખચીત ખચીત કહું છું કે, હું જે કામો કરું છું તે મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે, અને એના કરતાં પણ મોટાં કામ કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું.
13 અને જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, જેથી પિતા દીકરામાં મહિમાવાન થાય.
14 જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો, તો તે હું કરીશ.
15 જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો.
16 અને હું પિતાને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે,
17 એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે; કેમ કે તેને તે જોતું નથી, અને તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે, અને તમારામાં વાસો કરશે.
18 હું તમને અનાથ નહિ મૂકીશ, હું તમારી પાસે આવીશ.
19 થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો.
20 તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું, અને તમે મારામાં છો, અને હું તમારામાં છું.
21 જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.”
22 યહૂદા, જે ઈશ્કારિયોત હતો, તે તેમને પૂછે છે કે, “પ્રભુ તમે અમારી આગળ પોતાને પ્રગટ કરશો, અને જગતની આગળ નહિ, એનું શું કારણ છે?”
23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.
24 જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારાં વચન પાળતો નથી. અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી, પણ પિતા જેમણે મને મોકલ્યો છે તેમનું છે.
25 હજી હું તમારી સાથે રહું છું તે દરમિયાન મેં તમને વચનો કહ્યાં છે.
26 પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.
27 હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા દો, અને બીવા પણ દો.
28 હું જાઉં છું, ને તમારી પાસે પાછો આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત. કેમ કે મારા કરતાં પિતા મોટા છે.
29 જ્યારે થાય ત્યારે તમે વિશ્વાસ રાખો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે.
30 હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહિ કેમ કે જગતનો અધિકારી આવે છે, અને મારામાં તેનું કંઈ નથી.
31 પણ જગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું, અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું માટે થાય છે. ઊઠો, અહીંથી આપણે જઈએ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×