Bible Versions
Bible Books

Joshua 8 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ યહોશુઆએ કહ્યું, “બીશ નહિ, ને ગભરાઈશ નહિ; તારી સાથે સર્વ લડવૈયાઓને લે, ને તેના લોક, ને તેનું નગર, ને તેનો દેશ મેં તારા હાથમાં સ્વાધીન કર્યાં છે.
2 અને યરીખોને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તું કરજે. પણ તેનો માલ ને તેનાં ઢોર તમે તમારે માટે લૂટી લેજો. નગરની પાછળ માણસોને સંતાડી રાખજે.”
3 આથી આય ઉપર ચઢાઈ કરવાને યહોશુઆ સર્વ લડવૈયાઓ સહિત ઊઠ્યો. અને યહોશુઆએ ત્રીસ હજાર શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેઓને રાત્રે મોકલ્યા.
4 અને તેણે તેઓને એવી આજ્ઞા આપી, “નગર લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરની ઘણે દૂર જશો નહિ, પણ સર્વ તૈયાર રહેજો.
5 અને હું ને મારી સાથેના સર્વ લોક નગર પાસે આવીશું. અને તેઓ પહેલાંની જેમ અમારી સામે બહાર ધસી આવશે, ત્યારે એમ થશે કે, અમે તેઓની આગળથી નાસીશું.
6 અને અમારી પાછળ પડવાને તેઓ બહાર આવશે, અને પછી અમે તેમને નગરથી દૂર ખેંચી જઈશું. કેમ કે તેઓ કહેશે કે પહેલાંની જેમ તેઓ અમારી આગળથી નાસે છે; માટે અમે તેઓની આગળથી નાસીશું.
7 અને તમે સંતાવવાની જગાએથી ઊઠીને નગરને કબજે કરજો. કેમ કે તમારા ઈશ્વર યહોવા તમાર હાથમાં તે આપશે.
8 અને એમ થાય કે, નગર કબજે કર્યા પછી તમારે નગરને આગ લગાડવી. યહોવાના કહ્યા પ્રમાણે તમારે કરવું. જુઓ, મેં તમને આજ્ઞા આપી છે.”
9 અને યહોશુઆએ તેઓને મોકલ્યા. અને તેઓ સંતાઈ રહેવા માટે બેથેલ ને આયની વચ્ચે, પણ આયની પશ્ચિમ તરફ, જઈને રહ્યા, પણ યહોશુઆ તે રાત લોકો મધ્યે રહ્યો.
10 અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ લોકોની ગણતરી કરી, ને તે ઇઝરાયલના વડીલો સહિત લોકોની આગળ આય ગયો.
11 અને તેની સાથે જે લડવૈયા હતા તે સર્વ પણ ગયા, ને પાસે જઈને નગર આગળ આવ્યા, અને તેઓએ આયની ઉત્તર બાજુએ છાવણી કરી. હવે તેની ને આયની વચ્ચે એક ખીણ હતી.
12 અને તેણે આશરે પાંચ હજાર માણસોને લઈને બેથેલ ને આયની વચ્ચે આયની પશ્ચિમ બાજુએ તેમને સંતાડી રાખ્યા.
13 પ્રમાણે તેઓએ લોકોની ગોઠવણ કરી એટલે જે આખું સૈન્ય નગરની ઉત્તરે હતું તેની તેમ નગરની પશ્ચિમે તેઓમાંના જેઓ સંતાઈ રહેતા હતા તેમની. અને યહોશુઆ તે રાત્રે તે ખીણમાં ગયો.
14 અને આયના રાજાએ તે જોયું, ત્યારે એમ થયું કે, નગરના માણસો ઉતાવળથી વહેલા ઊઠ્યા, ને તે તથા તેના સર્વ લોકો ઇઝરાયલ સાથે લડવાને નીમેલે વખતે અરાબા આગળ બહાર નીકળી આવ્યા; પણ નગરની પાછળ પોતાની વિરુદ્ધ સંતાઈ રહેલા માણસો છે, તે જાણતો નહોતો.
15 અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ તેઓની આગળ પરાજિત થવાનું ડોળ બતાવીને રાનને માર્ગે નાઠા.
16 અને તેઓની પાછળ પડવા માટે નગરના સર્વ લોકને બોલાવી એકઠા કરવામાં આવ્યા. અને યહોશુઆની પાછળ પડતાં તેઓ નગરથી દૂર ખેંચાયા.
17 માટે ઇઝરાયલની પાછળ પડ્યા વગરનો એકે પુરુષ આયમાં કે બેથેલમાં રહ્યો નહોતો. અને નગરને નિરાશ્રિત મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડ્યા.
18 અને યહોવાએ યહોશુઆને કહ્યું, “તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર, કેમ કે હું તેને તારા હાથમાં આપીશ. અને યહોશુઆએ પોતાના હાથમાંનો ભાલો નગર તરફ લાંબો કર્યો.
19 અને તેણે પોતાનો હાથ લાંબો કર્યો કે તરત સંતાઈ રહેલા માણસો તેમની જગાએથી ઉતાવળથી ઊઠીને દોડ્યા, ને નગરમાં પેસીને તેઓએ તે લીધું. અને ઉતાવળ કરીને તેઓએ નગરને આગ લગાડી.
20 અને આયના માણસોએ પોતાની પાછળ ફરીને જોયું, તો જુઓ, નગરનો ધુમાડો ગગનમાં ચઢતો હતો, ને આમ કે તેમ નાસવાનો લાગ તેમને મળ્યો નહિ. એટલામાં રાન તરફ જે લોકો નાસતા હતા, તેઓ પાછા વળીને પોતાની પાછળ પડનારાઓ પર ઘસ્યા.
21 અને સંતાઈ રહેલાઓએ નગર લીધું છે, ને બળતા નગરમાંથી ધુમાડો ચઢે છે, યહોશુઆએ ને સર્વ ઇઝરાયલે જોયું, ત્યારે તેઓએ પાછા ફરીને આયના માણસોને કતલ કર્યા.
22 અને બીજાઓ તેઓની સામે નગરમાંથી ધસી આવ્યા; અને તેઓ ઇઝરાયલની વચ્ચે સપડાયા, કેટલાએક બાજુ ને કેટલાક પેલી બાજુ હતા; અને તેઓએ તેઓને એવા મર્યા કે તેમાંથી એકેને બચી જવા કે નાસી જવા દીધો નહિ.
23 અને તેઓ આયના રાજાને જીવતો પકડીને યહોશુઆ પાસે લાવ્યા.
24 અને રણક્ષેત્રમાં, એટલે જે અરણ્યમાં તેઓ તેઓની પાછળ પડ્યા હતા, તેમાં આયના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાનું કામ ઇઝરાયલે પૂરું કર્યું, અને તે ખલાસ થઈ જતાં સુધી તે સર્વનો તરવારથી નાશ કરવામાં આવ્યો. ત્યારે એમ થયું કે સર્વ ઇઝરાયલે આયમાં પાછા આવીને તેને તરવારથી માર્યું.
25 અને તે દિવસે પુરુષો તથા સ્‍ત્રીઓ મળીને બાર હજાર, એટલે આયનાં સર્વ માણસો પડ્યાં.
26 કેમ કે યહોશુઆએ આયના સર્વ રહેવાસીઓનો વિનાશ કર્યો ત્યાં સુધી જે હાથે તે ભાલો લાંબો કરી રહ્યો હતો તે હાથ તેણે પાછો ખેંચી લીધો નહિ.
27 ફક્ત જે યહોવાએ યહોશુઆને ફરમાવી હતી, તે પ્રમાણે નગરનાં ઢોરઢાંક ને માલમિલકત ઇઝરાયલે પોતાને માટે લૂટી લીધાં.
28 અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે ઢગલો કરી દીધો, ને તે આજ સુધી ઉજ્જડ રહ્યું છે.
29 અને તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર ટાંગી રાખ્યો. અને સૂર્યાસ્ત થતી વખતે યહોશુઆની આજ્ઞા પ્રમાણે તેઓએ તેની લાસ ઝાડ પરથી ઉતારીને નગરના દરવાજા આગળ નાખી, ને તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો, જે આજ સુધી છે.
30 ત્યાર પછી યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે એક વેદી બાંધી.
31 યહોવાના સેવક મૂસાએ ઇઝરાયલી લોકોને જે આજ્ઞા આપી હતી, અને મૂસાના નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જેમ લખેલું છે, તે પ્રમાણે તે વેદી અખંડિત પથ્થર કે, જેના પર કોઈ માણસે લોઢાનો પ્રહાર કદી કર્યો નહોતો, એવા પથ્થરની બનાવેલી હતી. અને તેઓએ તેના પર યહોવાને માટે દહનીયાર્પણ કર્યા, ને શાંત્યર્પણોના યજ્ઞ કર્યા.
32 અને ત્યાં તેણે તે પથ્થરો ઉપર મૂસાના નિયમશાસ્‍ત્રની નકલ ઉતારી લીધી, ને ઇઝરાયલી લોકોની સમક્ષ તેણે તે લખી.
33 અને સર્વ ઇઝરાયલ, ને તેઓના વડીલો તથા અધિકારીઓ, ને તેઓના ન્યાયાધીશો, દેશી તેમ પરદેશી પણ, યહોવાના કરારકોશને ઊંચકનારા લેવી યાજકોની આગળ, કોશની બાજુ ને પેલી બાજુ ઊભા રહ્યા. તેઓમાંના અર્ધા ગરીઝીમ પર્વતની સામે અને અર્ધા એબાલ પર્વતની સામે, યહોવાના સેવક મૂસાએ પહેલવહેલાં ઇઝરાયલ લોકોન આશીર્વાદ આપવા વિષે જેમ તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે, ઊભા રહ્યા.
34 અને ત્યાર પછી નિયમશાસ્‍ત્રનાં સર્વ વચનો, એટલે આશીર્વાદ અને શાપ, નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં લખેલાં છે તે પ્રમાણે તેણે સર્વ વાંચી સંભળાવ્યાં.
35 ઇઝરાયલની આખી સભાની આગળ, તેમ પરદેશીઓ તેઓની સાથે‍ વ્યવહાર રાખતા હતા તેઓની આગળ, મૂસાએ આપેલી સર્વ આજ્ઞા માંનો એક પણ શબ્દ એવો નહોતો કે જે યહોશુઆએ વાંચ્યો હોય.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×