Bible Versions
Bible Books

Matthew 10 (GUV) Gujarati Old BSI Version

1 પછી તેમણે પોતાના બાર શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારની માંદગી તથા હરેક જાતનો રોગ દૂર કરવાનો અધિકાર તેઓને આપ્યો.
2 અને તે બાર પ્રેરિતનાં નામ છે: પહેલો, સિમોન, જે પિતર કહેવાય છે તે, ને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન;
3 ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદી;
4 સિમોન કનાની, તથા યહૂદા ઈશ્કારિયોત, જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો.
5 ઈસુએ તે બારને મોકલીને એવી આજ્ઞા આપી, “તમે પરદેશીઓના વિસ્તારોમાં જાઓ ને સમરૂનીઓના કોઈ નગરમાં પેસો.
6 પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ.
7 અને તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો કે, ‘આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.’
8 માંદાંઓને સાજાં કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને ઉઠાડો, અશુદ્ધ આત્માઓને કાઢો:તમે મફત પામ્યા, મફત આપો.
9 સોનું કે રૂપું કે તાંબુ તમારા કમરબંધમાં રાખો.
10 મુસાફરીને માટે ઝોળી અથવા બે પહેરણ અથવા જોડા, અથવા લાકડી પણ લો. કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે.
11 અને જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ને ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.
12 અને ઘરમાં જઈને ઘરનાંને સલામ કહો.
13 અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે, પણ જો તે યોગ્ય નહિ હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે.
14 અને જો કોઈ તમારો આવકાર કરે, ને તમારી વાતો સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો.
15 હું તમને ખચીત કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરનાં કરતાં સહેલ થશે.
16 જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.
17 અને તમે માણસોથી સાવધાન રહો. કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, ને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.
18 અને તેઓને તથા વિધર્મીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો.
19 પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે તે ઘડીએ તમને આપવામાં આવશે.
20 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા પિતાનો જે આત્મા તે તમારામાં બોલે છે.
21 અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.
22 અને મારા નામને માટે સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.
23 અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પાછળ પડે ત્યારે તમે બીજે નાસી જાઓ, કેમ કે હું તમને ખચીત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલના સઘળાં નગરોમાં તમે ફરી વળશો નહિ.
24 ચેલો ગુરુ કરતાં મોટો નથી, ને દાસ પોતાના શેઠ કરતાં મોટો નથી.
25 ચેલો પોતાના ગુરુ સરખો હોય, ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે ઘણું છે. જો ઘરના ઘણીને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ કહેશે?
26 તે માટે તેઓથી તમે બીહો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, ને પ્રગટ નહિ થશે એવું કંઈ ગુપ્ત નથી.
27 હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.
28 અને શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો નહિ; પણ એના કરતાં આત્મા તથા શરીર બન્‍નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.
29 પૈસાની બે ચકલી વેચાતી નથી શું? તોપણ તમારા પિતા ની ઇચ્છા વગર તેમાંથી એકેય ભોંય પર પડનાર નથી.
30 અને તમારા માથાના વાળ પણ બધા ગણેલા છે.
31 એટલે બીહો નહિ, ઘણી‍ ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
32 માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ.
33 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે, તેનો નકાર હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કરીશ.
34 ‘પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું, એમ ધારો; શાંતિ તો નહિ, પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું.
35 કેમ કે માણસને તેના બાપને ઊલટો, તથા દીકરીને તેની માને ઊલટી, તથા વહુને તેની સાસુને ઊલટી કરવાને હું આવ્યો છું.
36 અને માણસના વૈરી તેના ઘરમાંનાં થશે.
37 મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.
38 અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી.
39 જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, ને મારે લીધે જે પોતાનો જીવ ખુએ છે તે તેને બચાવશે.
40 ‘જે તમારો આવકાર કરે છે તે મારો પણ આવકાર કરે છે, ને જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે.
41 પ્રબોધકનો પ્રબોધક તરીકે જે આવકાર કરે છે, તે પ્રબોધકનું ફળ પામશે; અને ન્યાયીનો ન્યાયી તરીકે જે આવકાર કરે છે તે ન્યાયીનું ફળ પામશે.
42 અને હું તમને ખચીત કહું છું કે શિષ્ય તરીકે જે કોઈ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપે, તે તેનું ફળ પામ્યા વિના રહેશે નહિ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×