Bible Versions
Bible Books

Numbers 1 (GUV) Gujarati Old BSI Version

1 અને ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી બીજા માસને પહેલે દિવસે સિનાઈના અરણ્યમામ મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇઝરાયલી લોકોનાં કુળો પ્રમાણે તથા તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પ્રત્યેક પુરુષની માથાદીઠ ગણતરી કર.
3 વીસ વર્ષના ને તેથી વધારે ઉમરના ઇઝરાયલમાંના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન છે તેમની ગણતરી, તેમનાં સૈન્યો પ્રમાણે, તું તથા હારુન કરો.
4 અને પ્રત્યેક કૂળમાંનો એક પુરુષ, જે તેના પિતાના ઘરનો મુખ્ય હોય, તે તમારી સાથે રહે.
5 અને જે માણસો તમારી સાથે ઊભા રહેશે તેઓનાં નામ છે: (કુળ) (કુળનો મુખ્ય) રૂબેનમાંનો:સદેઉરનો દિકરો અલીસૂર
6 શિમયોનમાંનો:સુરિશાદાઈનો દિકરો શલુમિયેલ.
7 યહૂદામાંનો:આમિનાદાબનો દિકરો
8 ઇસ્સાખારમાંનો:સુઆરનો દિકરો નથાનિએલ.
9 ઝબુલોનમાંનો:હેલોનનો દિકરો અલિયાબ.
10 યૂસફનો દિકરાઓમાંના એફ્રાઈમમાંનો:આમિહુદનો દિકરો એલિશામા. મનાશ્શામાંનો:પદાહસૂરનો દિકરો ગમાલ્યેલ.
11 બિન્યામીનમાંનો:ગિદોનીનો દિકરો અબિદાન.
12 દાનમાંનો:આમિશાદાઈનો દિકરો અહિયેઝેર
13 આશેરમાંનો:ઓક્રોનનો દિકરો પાગિયેલ.
14 ગાદમાંનો:દુએલનો દિકરો એલિયાસાફ.
15 નફતાલીમાંનો:એનાનનો દિકરો અહીરા.”
16 તેમના પિતાઓનાં કુળોના જે અધિપતિઓ, એટલે ઇઝરાયલના હજારોના મુખ્યો, પ્રજાએ પસંદ કર્યા તેઓ હતા.
17 અને જે માણસોનાં નામ અહીં આપેલાં છે તેઓને મૂસાએ તથા હારુને લીધા.
18 અને બીજા માસને પહેલે દિવસે તેઓએ સમગ્ર પ્રજાને એકત્ર કરી, અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે તથા તેમના પિતાનાં ઉંમરનાનાં નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ તેઓની વંશાવળી કહી સંભળાવી.
19 જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે સિનાઇના અરણ્યમાં તેઓની ગણતરી કરી.
20 અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓનાં નામની સંખ્યા‍ પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા,
21 તેઓની ગણતરી, રૂબેનના કુળમાં, છેંતાળીસ હજાર પાંચસોની થઈ.
22 શિમયોનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ ગણતરી થઈ.
23 તેઓની ગણતરી, શિમયોનના કુળમાં, ઓગણસાઠ હજાર ને ત્રણસોની થઈ.
24 ગાદના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
25 તેઓની ગણતરી, ગાદના કુળમાં, પિસ્તાળીસ હજાર છસો ને પચાસની થઈ.
26 યહૂદાના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્ય પ્રમાણે
27 તેઓની ગણતરી, યહૂદાના કુળમાં, ચુંમોતેર હજાર ને છસોની થઈ.
28 ઇસ્સાખારના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
29 તેઓની ગણતરી, ઇસ્સાખારના કુળમાં, ચોપન હજાર ને ચારસોની થઈ.
30 ઝબુલોનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
31 તેઓની ગણતરી, ઝબુલોનના કુળમાં, સત્તાવન હજાર ને ચારસોની થઈ.
32 યૂસફના પુત્રોના, એટલે એફ્રાઈમના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા,
33 તેઓની ગણતરી, એફ્રાઈમના કુળમાં, ચાળીસ હજારને પાંચસોની થઈ.
34 યૂસફપુત્ર મનાશ્શાના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
35 તેઓની ગણતરી, મનાશ્શાના કુળમાં, બત્રીસ હજાર ને બસોની થઈ.
36 બિન્યામીનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
37 તેઓની ગણતરી, બિન્યામીનના કુળમાં, પાંત્રીસ હજાર ને ચારસોની થઈ.
38 દાનનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
39 તેઓની ગણતરી, દાનના કુળમાં, બાસઠ હજાર ને સાતસોની થઈ.
40 આશેરનઅ વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
41 તેઓની ગણતરી, આશેરના કુળમાં, એકતાળીસ હજાર ને પાંચસોની થઈ.
42 નફતાલીના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા પ્રમાણે,
43 તેઓની, ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ને ચારસોની થઈ.
44 જેઓની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ છે. તેઓ પોતપોતાના પિતાના ઘરની વતી હતા.
45 અને ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર પ્રમાણે થઈ, એટલે વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન હતા,
46 તેઓની ગણતરી લાખ ત્રણ હજાર પાંચસો ને પંચાસની થઈ.
47 પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ પ્રમાણે ગણતરી કરવામાં આવી નહિ.
48 કેમ કે યહોવાએ મૂસાને કહ્યું,
49 “કેવળ લેવીના કુળની ગણતરી તું કર, ને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તું કાઢ.
50 પણ તું લેવીઓને કરારના મંડપ પર તથા તેના બધા સરસામાન પર, તથા તેને લગતી સર્વ બાબતો પર ઠરાવ. તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે, ને મંડપની આસપાસ છાવણી કરે.
51 અને મંડપને આગળ ચાલવાનો વખત થાય, ત્યારે લેવીઓ તેને પાડે; અને મંડપ ચોઢવાનો હોય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.
52 અને ઇઝરાયલીઓ, પ્રત્યેક માણસ પોતપોતાની છાવણીની પાસે, ને પ્રત્યેક માણસ પોતપોતાની ધજાની પાસે, પોતાનાં સૈન્યો પ્રમાણે, પોતપોતાનો તંબુ ઊભો કરે.
53 પણ લેવીઓ કરારના મંડપની આસપાસ છાવણી કરે, કે ઇઝરાયલી પ્રજા પર કંઈ કોપ આવે. અને લેવીઓ કરારના મંડપની સંભાળ રાખે.”
54 ઇઝરાયલિ લોકોએ પ્રમાણે કર્યું. યહોવાએ જે સર્વ આજ્ઞા મૂસાને આપી હતી, તે પ્રમાણે તેઓએ કર્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×