Bible Versions
Bible Books

Numbers 10 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું પોતાને માટે રૂપાનાં બે રણશિંગડાં બનાવ. તે ઘડતર કામનાં બનાવ. અને તું તેઓને લોકોને બોલાવવાના તથા છાવણીઓને ચાલી નીકળવાના કામમાં લે.
3 અને તેઓ તે વગાડે, ત્યારે સમગ્ર પ્રજા તારી પાસે મુલાકાતમંડપના દ્વાર પાસે એકઠી થાય.
4 અને જો તેઓ એક વગાડે, તો અધિપતિઓ, એટલે ઇઝરાયલના હજારોના મુખ્યો, તારી પાસે એકઠા થાય.
5 અને તમે ભયસૂચક રણશિંગડું વગાડો, ત્યારે પૂર્વ બાજુએ પડેલી છાવણીઓ નીકળે.
6 અને તમે બીજી વાર ભયસૂચક રણશિંગડું વગાડો, ત્યારે દક્ષિણ બાજુએ પડેલી છાવણીઓ ચાલી નીકળે. છાવણીઓને ચાલી નીકળવાને માટે તેઓ ભયસૂચક રણશિંગડું વગાડે.
7 પણ સભા બોલાવવાની હોય ત્યારે તમારે વગાડવું, પણ ભયસૂચક રણશિંગડું વગાડવું નહિ.
8 અને હારુનના દિકરા, એટલે યાજકો, રણશિંગડાં વગાડે. અને તેઓ તમારી વંશપરંપરા તમારે માટે સદાના વિધિરૂપ થાય.
9 અને જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલમ કરનાર શત્રુઓની સામે યુદ્ધ કરવા જાઓ, ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. અને યહોવા તમારા ઈશ્વરની હજૂરમાં તમારું સ્મરણ કરવામાં આવશે, ને તમે પોતાના શત્રુઓથી બચાવ પામશો.
10 અને તમારા ઉત્સવને દિવસે ને તમારાં ઠરાવેલા પર્વોએ, ને તમારા માસોના આરંભમાં, તમે તમારાં દહનીયાર્પણો પર તથા તમારાં શાંત્યર્પણોના યજ્ઞ પર રણશિંગડાં વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારા માટે સ્મરણાર્થે થશે. હું યહોવા તમારો ઈશ્વર છું.
11 અને બીજા વર્ષના બીજા માસને વીસમે દિવસે એમ થયું કે, કરારના મંડપ ઉપરથી મેઘ ઊપડયો.
12 અને ઇઝરાયલી લોકો સિનાઈના અરણ્યમાંથી પોતાની કૂચ પર ચાલી નીકળ્યા. અને પારાનના અરણ્યમાં મેઘ થોભ્યો.
13 અને તેઓએ પ્રથમ મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે પોતાની કૂચ કરી.
14 અને પહેલી યહૂદાના પુત્રોની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઉપરી આમિનાદાબનો દિકરો નાહશોન હતો.
15 અને ઇસ્સાખારના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી સુઆરનો દિકરો નથાનિયેલ હતો.
16 અને ઝબુલોનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી હેલોનનો દિકરો અલિયાબ હતો.
17 અને મંડપ પાડવામાં આવ્યો; એટલે ગેર્શોનના પુત્રો તથા મરારીના પુત્રો મંડપ ઊંચકીને ચાલી નીકળ્યા.
18 પછી રૂબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઉપરી શદેઉરનો દિકરો અલીસૂર હતો.
19 અને શિમયોનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી સુરિશાદ્દાઈનો દિકરો શલુમિયેલ હતો.
20 અને ગાદના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી દુએલનો દિકરો એલિયાસાફ હતો.
21 પછી કહાથીઓ પવિત્રસ્થાનને ઊંચકીને ચાલ્યા. અને તેઓ જઈ પહોંચે તે પહેલાં પેલા બીજાઓએ મંડપને ઊભો કર્યો.
22 પછી એફ્રાઈમના પુત્રોની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્ય પર આમિહુદનો દિકરો અલિશામા હતો.
23 અને મનાશ્શાના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી પદાહસૂરનો દિકરો ગમાલ્યેલ હતો.
24 અને બિન્યામીનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી ગિદિયોનીનો દિકરો અબીદાન હતો.
25 પછી દાનના પુત્રોની છાવણીની ધજા તેમનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી, સર્વ છાવણીઓનાં સૈન્યોમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમિશાદ્દાઈનો દિકરો અહિયેઝેર હતો.
26 અને આશેરના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી ઓક્રોનનો દિકરો પાગિયેલ હતો.
27 અને નફતાલીના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દિકરો અહીરા હતો.
28 ઇઝરાલીઓનાં સૈન્યોની કૂચનો અનુક્રમ પ્રમાણે હતો; અને તેઓ ચાલી નીકળ્યા.
29 અને મૂસાના સસરા મિદ્યાની દુએલના દિકરા હોબાબને મૂસાએ કહ્યું, “જે ઠેકાણ સંબંધી યહોવાએ અમને કહ્યું, ‘તે હું તમને આપીશ, ત્યાં જવા માટે અમે કૂચ કરીએ છીએ. તું અમારી સાથે ચાલ, ને અમે તારું ભલું કરીશું; કેમ કે યહોવાએ ઇઝરાયલનું ભલું કરવાનું કહ્યું છે.”
30 અને તેણે કહ્યું, “હું તો નહિ આવું. પણ હું મારા પોતાના દેશમાં ને મારાં પોતાનાં સગાંની પાસે જઈશ.”
31 અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને અમને મૂકીને જા. કેમ કે અરણ્યમાં અમારે કિઈ રીતે છાવણી કરવી તું જાણે છે, ને તું અમારે માટે આંખોની ગરજ સારશે.
32 અને જો તું અમારી સાથે આવીશ, તો એમ થશે, હા એમ થશે કે, યહોવા અમારું જે કંઈ ભલું કરશે તે અમે તારું કરીશું.”
33 અને તેઓએ યહોવાના પર્વતથી ત્રણ દિવસનો માર્ગ કાપ્યો. અને ત્રણ દિવસમાં યહોવાનો કરારકોશ તેઓને માટે વિશ્રામસ્થાન શોધવા માટે તેઓની આગળ ચાલ્યો.
34 અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા; ત્યારે યહોવાનો મેઘ તેઓ ઉપર રહેતો.
35 અને કોશ ચાલી નીકળતો, ત્યારે એમ થતું કે મૂસા કહેતો, “હે યહોવા ઊઠો, ને તમારા શત્રુઓને વિખેરી નાખો. અને તમારા દ્વેષકો તમારી આગળથી નાસી જાય.”
36 અને જ્યારે તે થોભતો ત્યારે તે કહેતો, “હે યહોવા ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×