Bible Versions
Bible Books

Numbers 20 (GUV) Gujarati Old BSI Version

1 પહેલા મહિનામાં બધાં ઇસ્રાએલીઓ સીનના અરણ્યમાં આવ્યાં અને કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મરિયમનું અવસાન થતાં તેને દફનાવવામાં આવી.
2 તે સ્થળે સમાંજ માંટે પૂરતું પાણી નહોતું તેથી બધા લોકો મૂસાની અને હારુનની વિરુદ્ધ ટોળે વળીને કચકચ કરવા લાગ્યા.
3 લોકો મૂસા સાથે ઝઘડવા લાગ્યા, “યહોવાની સામે અમાંરા ભાઈઓ મૃત્યુ પામ્યા ત્યારે અમે પણ મરી ગયા હોત તો સારૂ થાત.
4 તું યહોવાના સમાંજને ઈરાદાપૂર્વક અરણ્યમાં લાવ્યો છે, અમે અને અમાંરા ઘેટાંબકરાં તથા ઢોરઢાંખર અહીં મરી જઈએ એટલા માંટે તું લઈ આવ્યો છે?
5 તું શા માંટે અમને મિસરમાંથી બહાર લઈ આવ્યો? શા માંટે તું અમને ખરાબ જગ્યાએ લઈ આવ્યો? જગ્યાએ નથી અનાજ કે અંજીર કે દ્રાક્ષ કે દાડમ. અહી તો પીવાનું પાણી પણ નથી.”
6 મૂસા અને હારુન તેઓ પાસેથી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ ગયા. તેમણે ભૂમિ પર પડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. અને યહોવાના ગૌરવે તેમને દર્શન દીધાં.
7 યહોવાએ મૂસાને કહ્યું,
8 “તું કરારકોશ પાસે પડેલી લાકડી લે, અને પછી તારા ભાઈ હારુન સાથે સમગ્ર સમાંજને ભેગો કર અને સૌના દેખતા ખડકને કહે કે તે પોતાનું પાણી આપે! આમ તું કહીશ એટલે એમાંથી તેઓને અને તેઓનાં પશુઓને પીવા માંટે પાણી પુષ્કળ પ્રમાંણમાં નીકળશે.”
9 યહોવાએ આજ્ઞા કરી તે પ્રમાંણે મૂસાએ યહોવા સમક્ષ મૂકેલી લાકડી લીધી.
10 પછી મૂસાએ અને હારુને સમગ્ર સમાંજને ખડક આગળ ભેગો કર્યો અને તેણે તેઓને કહ્યું, “ઓ બંડખોરો, સાંભળો, અમે શું ખડકમાંથી તમાંરા માંટે પાણી કાઢીએ?”
11 પછી મૂસાએ હાથ ઊચો કરીને લાકડી બે વખત ખડક પર પછાડી એટલે ખડકમાંથી પુષ્કળ પાણી ધસારા સાથે બહાર નીકળ્યું. તે સૌએ તથા પશુઓએ ધરાઈને પીધું.
12 પણ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “બધા ઇસ્રાએલીઓ સમક્ષ તમે તમાંરું માંરા પ્રત્યે સન્માંન બતાવ્યું નહિ. તમે તેઓને બતાવ્યું નહિ કે પાણી કાઢવાની શક્તિ માંરામાંથી આવી હતી તેઓને તમે બતાવ્યું નહિ કે તમે માંરામાં વિશ્વાસ કર્યો હતો તેથી મેં તેઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું ત્યાં તમે તે લોકોને લઈ જશો નહિ.”
13 સ્થળનું નામ ‘મરીબાહ’ નું પાણી એટલે ‘તકરારનું પાણી’ પાડવામાં આવ્યું કારણ કે, ‘મરીબાહ’ ના ઝરા આગળ બન્યું હતું. જયાં ઇસ્રાએલીઓએ યહોવા વિરુદ્ધ ઝઘડો કર્યો હતો અને જયાં યહોવાએ તેમને પરચો બતાવ્યો હતો.
14 કાદેશથી મૂસાએ સંદેશા સાથે સંદેશવાહકો એદોમના રાજાને મોકલ્યા, “આ સંદેશો તમાંરા ઇસ્રાએલી ભાઈઓ તરફથી છે. અમાંરે કેવી હાડમાંરી સહન કરવી પડી છે તમે જાણો છો.
15 અમાંરા પિતૃઓ મિસર ગયા હતા અને ત્યાં અમે લાંબો સમય રહ્યાં હતાં પરિણામે તેઓ મિસરવાસીઓના ગુલામો બન્યા.
16 પરંતુ અમે યહોવાને પોકારીને કહ્યું ત્યારે તેમએ અમાંરો પોકાર સાંભળીને એક દેવદૂતને મોકલી આપ્યો, જે અમને મિસરમાંથી બહાર લઈ આવ્યો.“અત્યારે અમે તમાંરી સરહદે આવેલા કાદેશમાં છાવણી કરી છે.
17 કૃપા કરીને અમને તમાંરા દેશમાં થઈને જવાની રજા આપો. અમે તમાંરા ખેતરમાંથી કે દ્રાક્ષનીવાડીઓમાંથી પસાર થઈશું નહિ, કે તમાંરા કૂવાનું પાણી પણ પીશું નહિ, અમે આમ કે તેમ વાંકાચૂકા ગયા વિના રાજમાંર્ગે તમાંરો દેશ વટાવી જઈશું.”
18 પરંતુ અદોમના રાજાઓ કહ્યું, “તમાંરે અમાંરા દેશમાં થઈને જવાનું નથી. જો તમે ગયા તો અમે તરવાર લઈને સામાં થઈશું.”
19 ઇસ્રાએલીઓએ કહ્યું, “અમે રાજમાંર્ગ થઈને ચાલ્યા જઈશું. જો અમે અને અમાંરાં પશુઓ તમાંરું પાણી પીશું તો અમે તેની રકમ ચૂકવીશું. અમે ફકત તમાંરા દેશમાં થઈને પગપાળા જવાની રજા માંગીએ છીએ.”
20 છતાં અદોમના રાજાએ ચેતવણી આપીને કહ્યું, “નહિ, તમાંરે જવાનું નથી. માંરા દેશની બહાર રહો.”પછી પોતાનું સૈન્ય એકત્ર કરીને પૂરી તાકાતથી તેમની સામે લડવા માંટે ઘસી આવ્યો.
21 અદોમીઓએ ઇસ્રાએલીઓને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી એટલે ઇસ્રાએલીઓ ફરીને બીજે રસ્તે ગયો.
22 ઇસ્રાએલીઓનો આખો સમાંજ કાદેશથી નીકળીને અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે આવ્યો.
23 ત્યાં યહોવાએ મૂસાને અને હારુનને કહ્યુ,
24 “હારુન પિતૃલોક ભેગો થનાર છે. મેં ઇસ્રાએલીઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે તેમાં દાખલ થઈ શકશે નહિ, કારણ કે, મરીબાહના ઝરણા આગળ તમે માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું.
25 “હારુન અને તેના પુત્ર એલઆઝારને લઈને તું હોર પર્વત ઉપર જા.
26 ત્યાં તું હારુનના યાજક તરીકેનાં વસ્ત્રો ઉતારી લઈને તેના પુત્ર એલઆજારને પહેરાવજે. હારુન ત્યાં અવસાન પામશે.”
27 મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. સમગ્ર સમાંજના દેખતાં તે લોકો હોર પર્વત પર ગયા.
28 જયારે પર્વતના શિખર પર પહોંચ્યા ત્યારે મૂસાએ હારુનના યાજક તરીકેના વસ્ત્રો ઉતારી લઈને તેના પુત્ર એલઆઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતના શિખર પર હારુનનું મૃત્યુ થયું, પછી મૂસા અને એલઆઝાર પાછા ફર્યા.
29 સમગ્ર સમાંજને ખબર પડી કે હારુનું મૃત્યુ થઈ ગયું છે, ત્યારે બધા ઇસ્રાએલીઓએ ત્રીસ દિવસ સુધી તેને માંટે શોક પાળ્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×