Bible Versions
Bible Books

Psalms 101 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ.
2 હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.
3 હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ.
4 આડું હ્રદય મારાથી વેગળું થશે; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.
5 જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.
6 દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.
7 કપટ કરનાર મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનાર મારી દષ્ટિ આગળ ટકશે નહિ.
8 સર્વ ભૂંડું કરનારાઓને યહોવાના નગરમાંથી કાપી નાખવાને હું દેશમાંના સર્વ દુષ્ટોનો દરરોજ નાશ કરીશ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×