Bible Versions
Bible Books

Psalms 120 (GUV) Gujarati Old BSI Version

1 ચઢવાનું ગીત. મારા દુ:ખમાં મેં યહોવાને પોકાર કર્યો, અને તેમણે મારું સાંભળ્યું.
2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા કપટી જીભથી મારા આત્માને બચાવો.
3 રે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ થશે?
4 પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા તને મળશે.
5 મને અફસોસ છે કે મેશેખનો હું પ્રવાસી છું, અને કેદારના ડેરાઓમાં વસું છું!
6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
7 હું શાંતિ ચાહું છું; પણ જ્યારે હું બોલું છું ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×