Bible Versions
Bible Books

Psalms 141 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત. હે યહોવા, હું તમને વિનંતી કરું છું; તમે મારી પાસે ઉતાવળે આવો; જ્યારે હું તમને વિનંતી કરું ત્યારે તમે મારું સાંભળો.
2 મારી પ્રાર્થના તમારી સમક્ષ ધૂપ જેવી થાઓ; અને મારા હાથોનું ઊંચું થવું તે સાયંકાળના યજ્ઞ જેવું થાઓ.
3 હે યહોવા, મારા મુખ પર ચોકી રાખો; મારા હોઠોનું દ્વાર સંભાળો.
4 અન્યાય કરનારાની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ થાઉં તેથી મારા અંત:કરણને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા દો, અને તેઓના મિષ્ટાન્‍નમાંથી મને ખાવા દો.
5 ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે! મારું માથું તેનો નકાર નહિ કરે. તોપણ તેઓનાં દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
6 તેઓના ન્યાયાધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; મારાં વચનો મીઠાં હોવાથી તેઓ સાંભળશે.
7 જેમ કોઈ જમીન ઉપર લાકડાંને કાપીને ચીરે છે તેમ અમારાં હાડકાં કબરના મુખ આગળ વિખેરી નાખેલાં છે.
8 પણ હે યહોવા ઇશ્વર, મારી દષ્ટિ તમારા ઉપર છે, તમે મારા આશ્રય છો; મારા આત્માનો નાશ થવા દો.
9 તેઓએ જે પાશ મારે માટે નાખ્યા છે તેઓથી, અને દુષ્ટ માણસોની જાળથી, મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળોમાંથી સપડાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×