Bible Versions
Bible Books

Psalms 146 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર.
2 મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારી હયાતીના અંત સુધી હું મારા ઈશ્વરનાં સ્તોત્ર ગાઈશ.
3 રાજાઓ પર ભરોસો રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમ કે તેની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ નીકળી જાય છે, તેનું શરીર ભૂમિમાં પાછું મળી જાય છે; તે દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.
5 જેની સહાય યાકૂબનો ઈશ્વર છે, જેની આશા પોતાના ઈશ્વર યહોવા પર છે, તેને ધન્ય છે.
6 આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાં જે કંઈ છે તેના ઉત્પન્‍નકર્તા યહોવા છે; તે સદા સત્ય પાળનાર છે.
7 તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્‍ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે.
8 યહોવા આંધળાને દેખતાં કરે છે; યહોવા દબાઈ રહેલાઓને ઊભા કરે છે; યહોવા ન્યાયીઓ પર પ્રેમ રાખે છે;
9 યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે; પણ દુષ્ટોનો માર્ગ તે અવળો કરી નાખે છે.
10 યહોવા સર્વકાળ રાજ કરશે; હે સિયોન, તમારો ઈશ્વર પેઢી દરપેઢી સુધી રાજ કરશે યહોવાની સ્તુતિ કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×