Bible Versions
Bible Books

Psalms 15 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત. હે યહોવા, તમારા મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?
2 જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે, અને જે પોતાના હ્રદયમાં સત્ય બોલે છે, તે.
3 જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
4 જેની દષ્ટિમાં નીચ માણસ ધિક્કારપાત્ર છે; પણ જે યહોવાના ભક્તોને માન આપે છે, અને જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી;
5 જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×