Bible Versions
Bible Books

Psalms 19 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે.
2 દિવસ દિવસને તેમના વિષે કહે છે, અને રાત રાતને તેમનું જ્ઞાન પ્રગટ કરે છે.
3 વચન નથી અને‍ શબ્દો પણ નથી; અને તેઓની વાણી સંભળાતી નથી.
4 તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે, અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાએલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.
5 તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે, તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.
6 આકાશને એક છેડેથી તે નીકળી આવે છે, અને તેનું પરિક્રમણ તેના બીજા છેડા સુધી છે. તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી.
7 યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે, તેઓ હ્રદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવાનો ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે; યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.
10 તેઓ સોના, હા, ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે; મધ, હા, મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ મીઠા છે.
11 વળી તેઓથી તમારા સેવકને ચેતવણી મળે છે; તેઓને પાળવામાં મોટો લાભ છે.
12 પોતાની ભૂલો કોણ જાણી શકે? છાનાં પાપમાંથી તમે મને મુક્ત કરો.
13 વળી જાણી જોઈને કરેલાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓ મારા ઉપર રાજ કરે; ત્યારે હું પૂર્ણ થઈશ, અને મહાપાપમાંથી બચી જઈશ.
14 હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હ્રદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×