Bible Versions
Bible Books

Psalms 32 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત. માસ્કીલ. જેનું ઉલ્લંઘન માફ થયું છે, તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે.
2 જેને યહોવા અન્યાયી ગણતા નથી, અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.
3 હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારાં હાડકાં જીર્ણ થયાં,
4 કેમ કે રાતદિવસ મારા ઉપર તમારો હાથ ભારે હતો. મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. (સેલાહ)
5 મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)
6 તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.
7 તમે મારી સંતાવાની જગા છો; તમે મને સંકટમાંથી ઉગારશો; ઉદ્ધારનાં સ્તોત્રો તમે મારી આસપાસ ગવડાવશો. (સેલાહ)
8 કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.
9 ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવા ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તેઓ તારી પાસે આવે નહિ, તેમના જેવો તું થા.
10 દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે; પણ જે યહોવા પર ભરોસો રાખે છે, તે તેમની કૃપાથી ઘેરાશે.
11 હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ; અને, હે હ્રદયના યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×