Bible Versions
Bible Books

Psalms 38 (GUV) Gujarati Old BSI Version

1 સંભારણાને અર્થે દાઉદનું ગીત. હે યહોવા, તમારા કોપમાં મને ઠપકો આપો; અને તમારા રોષમાં મને શિક્ષા કરો.
2 કેમ કે તમારાં બાણ મને વાગ્યાં છે, તમારો હાથ મને જોરથી દાબે છે.
3 તમારા રોષને લીધે મારા શરીરમાં આરોગ્ય નથી; મારાં પાપને લીધે મારાં હાડકાંમાં શાંતિ નથી;
4 કેમ કે મારા અન્યાય મારા માથા પર ચઢી ગયા છે; ભારે બોજાની માફક તે મને અસહ્ય થઈ પડ્યા છે.
5 મારી મૂર્ખાઈને લીધે મારા જખમ સડીને ગંધાઈ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું, હું ઘણો વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરું છું.
7 કેમ કે મારી કમરમાં પુષ્કળ બળતરા થાય છે; અને મારામાં આરોગ્ય નથી.
8 હું બેહોશ થયો છું તથા ઘણો કચડાઈ ગયો છું; મારા હ્રદયના ગભરાટને લીધે મેં બૂમાબૂમ કરી મૂકી છે.
9 હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો; અને મારો વિલાપ તમને અજાણ્યો નથી;
10 મારું હૈયું ધડકે છે, મારું બળ ઘટી ગયું છે; અને મારી આંખોનું તેજ પણ જતું રહ્યું છે.
11 મારા સ્નેહીઓ તથા મારા મિત્રો મારા દરદને લીધે દૂર થઈ ગયા છે; અને મારાં સગાં દૂર રહે છે.
12 જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે; અને જેઓ મને ઉપદ્રવ કરવા મથે છે તેઓ હાનિકારક વાતો બોલે છે, અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.
13 પણ હું તો બહેરા માણસની જેમ તે સાંભળતો નથી; અને મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું.
14 હા, જે માણસ સાંભળતો નથી અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું.
15 કેમ કે, હે યહોવા, હું તમારા પર આશા રાખું છું; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે ઉત્તર આપશો.
16 કેમ કે મેં કહ્યું, “રખેને તેઓ મારા પર હરખાય”; મારો પગ લપસે છે ત્યારે તેઓ મારી સામે વડાઈ કરે છે.
17 હું લથડી પડવા તૈયાર છું, મારું દુ:ખ મારી નજર આગળથી કદી દૂર થતું નથી.
18 હું મારા અન્યાય કબૂલ કરું છું; હું મારા પાપને લીધે શોક કરું છું.
19 પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ પરાક્રમી છે; જેઓ અન્યાયથી મારો દ્વેષ કરે છે તેઓ વધી ગયા છે.
20 વળી જેઓ ભલાને બદલે ભૂંડું પાછું વાળે છે તેઓ મારા શત્રુઓ છે, કારણ કે જે સારું છે તેને હું અનુસરું છું.
21 હે યહોવા, મને તજી દો; હે મારા ઈશ્વર, મારાથી દૂર થાઓ.
22 હે પ્રભુ, મારા તારણ, મને સહાય કરવાને ઉતાવળ કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×