Bible Versions
Bible Books

Psalms 53 (GUV) Gujarati Old BSI Version

1 માણસોની દુષ્ટતા મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક ભૂંડાઈ કરી છે. ભલું કરનાર કોઈ નથી.
2 સમજણો કે ઈશ્વરને શોધનાર કોઈ માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશથી મનુષ્યજાત પર દષ્ટિ કરી.
3 તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, એક પણ નથી.
4 શું ભૂંડું કરનારા કંઈ સમજતાં નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકને ખાઈ જાય છે, વળી તેઓ ઈશ્વરને વિનંતી કરતા નથી.
5 જ્યાં ભય હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા.
6 સિયોનમાંથી ઇઝરાયલનું તારણ વહેલું આવે તો કેવું સારું! ઈશ્વર પોતાના લોકને બંધનમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે, ને ઇઝરાયલ આનંદ કરશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×