Bible Versions
Bible Books

Psalms 57 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું. હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે; વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ.
2 હું પરાત્પર ઈશ્વરની વિનંતી કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું વિનંતી કરીશ.
3 જે મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશથી સહાય મોકલીને મને બચાવશે. (સેલાહ) તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે.
4 મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં મારે માટે ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.
5 હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.
6 તેઓએ મારા પગને ગૂંચવવા માટે જાળ પાથરી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. (સેલાહ)
7 હે ઈશ્વર, મારું હ્રદય દઢ છે, મારું હ્રદય દઢ છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.
8 રે, મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો, હું તો પ્રભાતમાં વહેલો જાગીશ.
9 હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
10 કેમ કે તમારી કૃપા આકાશે પહોંચે, અને તમારી સત્યતા આભમાં પહોંચે, એટલી મોટી છે.
11 હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×