Bible Versions
Bible Books

Psalms 64 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારો જીવ બચાવો.
2 ભૂંડાઈ કરનારાઓનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓના હુલ્લડથી મને સંતાડો.
3 તેઓએ તરવારની જેમ તેમની જીભ તીક્ષ્ણ કરી છે, અને તેઓએ બાણ, એટલે વાગ્બાણ, તાક્યાં છે, કે
4 તેઓ એકાંતમાં ઉત્તમ માણસને મારે. તેઓ તેને ઓચિંતો મારે છે, અને બીતા નથી.
5 તેઓ પોતાની દુષ્ટ ધારણા દઢ કરે છે. તેઓ ગુપ્ત પાશ નાખવાને મસલત કરે છે; તેઓ કહે છે કે અમને કોણ જોશે?
6 તેઓ દુષ્ટ કર્મો શોધી કાઢે છે; તેઓએ ચતુરાઈથી યુક્તિ યોજી છે. તેઓમાંના દરેકના પેટનો વિચાર તથા હ્રદય ઊંડાં છે.
7 પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
8 એમ તેઓ ઠોકર ખાશે. તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
9 પછી સર્વ માણસ બીશે; તેઓ ઈશ્વરનાં કૃત્યો પ્રગટ કરશે, અને તેમનાં કામ વિષે સમજણથી વિચાર ચલાવશે.
10 ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે, અને તેમના પર ભરોસો રાખશે, અને હ્રદયના સર્વ યથાર્થીઓ જયજયકાર કરશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×