Bible Versions
Bible Books

Psalms 85 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. હે યહોવા, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા છો. તમે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે.
2 તમે તમારા લોકોનો અન્યાય માફ કર્યો છે. તમે તેઓનાં સર્વ પાપ ઢાંકી દીધાં છે. (સેલાહ)
3 તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે; તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો.
4 હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો.
5 શું તમે અમારા પર સદા કોપાયમાન રહેશો? શું તમે પેઢી દરપેઢી તમારો કોપ લંબાવશો?
6 શું તમે અમને ફરીથી સજીવન નહિ કરો કે, તમારામાં તમારા લોકો હર્ષ પામે?
7 હે યહોવા, તમારી કૃપાનો અમને અનુભવ કરાવો, અને તમારું તારણ અમને આપો.
8 યહોવા ઈશ્વર જે બોલે તે હું સાંભળીશ; કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે; પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી જાય.
9 નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.
10 કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે.
11 સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે; અને ન્યાયીપણાએ આકાશમાંથી નજર કરી છે.
12 વળી યહોવા કલ્યાણ બક્ષશે; અને આપણો દેશ સારી ઊપજ આપશે.
13 ન્યાયીપણું તેમની આગળ ચાલશે; અને તેમનાં પગલાંને આપણે માટે માર્ગરૂપ કરશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×