Bible Versions
Bible Books

Psalms 87 (GUV) Gujarati Old BSI Version

1 કોરાના દીકરાઓનું ગીત; ગાયન. નગરનો પાયો પવિત્ર પર્વતો પર છે.
2 યાકૂબનાં સર્વ રહેઠાણ કરતાં સિયોનના દરવાજા યહોવાને પ્રિય લાગે છે.
3 હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. (સેલાહ)
4 રાહાબ તથા બાબિલ મને જાણનારાઓમાં છે એવું હું જાહેર કરીશ; પલિસ્તી દેશ, તૂર તથા કૂશને પણ જુઓ; આનો જન્મ ત્યાં થયો.
5 વળી સિયોન વિષે કહેવાશે, “આ માણસનો તથા પેલા માણસનો જન્મ તેમાં થયો; પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
6 યહોવા લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” (સેલાહ)
7 વળી ગાનારા તેમ નાચનારા કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×