Bible Versions
Bible Books

Psalms 98 (GUV) Gujarati Old BSI Version

1 ગીત યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
2 યહોવાએ પોતાનું તારણ જણાવ્યું; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દષ્ટિમાં પ્રગટ કર્યું છે.
3 તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા ઈશ્વરનું તારણ જોયું છે.
4 હે પૃથ્વીના સર્વ લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો; ઉત્સાહથી હર્ષનાં ગીત ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
5 વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાનાં સ્તોત્રો ગાઓ.
6 તૂરી તથા રણશિંગડાના નાદથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો.
7 સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત તથા તેમાંના રહેવાસીઓ, ગાજો.
8 પ્રવાહો, તાળી પાડો; પર્વતો, યહોવાની સમક્ષ એકત્ર હર્ષનાદ કરો.
9 તે પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ જગતનો, અને યથાર્થપણાએ લોકોનો, ન્યાય કરશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×