Bible Versions
Bible Books

Romans 10 (GUV) Gujarati Old BSI Version

1 ભાઈઓ, ઇઝરાયલ તારણ પામે એવી મારા અંત:કરણની ઇચ્છા તથા ઇશ્વર પ્રત્યે મારી પ્રાર્થના છે.
2 કેમ કે હું તેઓ વિષે સાક્ષી પૂરું છું કે, ઈશ્વર ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે‍ વગરની છે.
3 કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના ન્યાયીપણા ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.
4 કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને અર્થે નિયમની સંપૂર્ણતા છે.
5 કેમ કે મૂસા લખે છે, “જે માણસ નિયમશાસ્‍ત્ર પ્રમાણેના ન્યાયીપણાનાં કામ કરે છે, તે તે વડે જીવશે.”
6 પણ જે ન્યાયીપણું વિશ્વાસથી છે તે કહે છે, “તું તારા અંત:કરણમાં કહે કે, આકાશમાં કોણ ચઢશે? (એટલે ખ્રિસ્તને નીચે લાવવાને;)
7 અથવા કે, ઊંડાણમાં કોણ ઊતરશે? (એટલે ખ્રિસ્તને મૂએલામાંથી ઉપર લાવવાને)”
8 પણ તે શું કહે છે? તે એમ કહે છે, “એ વચન તારી પાસે, તારા મોંમાં તથા તારા અંત:કરણમાં છે.” એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે છે કે
9 જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, અને ઈશ્વરે તેમને મૂએલાંમાંથી પાછા ઉઠાડયા, એવો વિશ્વાસ તારા અંત:કરણમાં રાખીશ, તો તું તારણ પામીશ
10 કારણ કે ન્યાયીપણાને અર્થે અંત:કરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે.
11 કેમ કે ધર્મશાસ્‍ત્ર કહે છે, “એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”
12 યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્‍નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક છે, અને જેઓ તેમને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેમની સંપત્તિ છે.
13 કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે.
14 પણ જેમના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે?
15 વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? લખેલું છે, “વધામણીની સુવાર્તા સંભળાવનારાનાં પગલાં કેવાં સુંદર છે!”
16 પણ બધાંએ તે સુવાર્તા માની નહિ, કેમ કે યશાયા કહે છે, “હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?
17 પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે, તથા ખ્રિસ્તના વચનદ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.
18 પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી? હા, ખરેખર, ‘આખી પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓનાં વચનો ફેલાયાં છે.’
19 વળી, હું પૂછું છું કે શું ઇઝરાયલી લોકો જાણતા હતા? પ્રથમ મૂસા કહે છે, “જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ. અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્‍ન કરીશ.”
20 વળી યશાયા બહુ હિંમત રાખીને કહે છે, “જેઓ મને શોધતા નહોતા, તેઓને હું મળ્યો; જેઓ મારી ખોળ કરતા નહોતા તેઓની આગળ હું પ્રગટ થયો.”
21 પણ ઇઝરાયલ વિષે તો તે કહે છે, “આખો દિવસ માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં હાથ લાંબા કર્યા.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×