Bible Versions
Bible Books

Micah 4 (GUV) Gujarati Old BSI Version

1 પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, ને તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. આવશે.
2 ઘણી પ્રજાઓ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિષે શીખવશે, ને આપણે તેમના પંથમાં ચાલીશું; કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.
3 તે ઘણી પ્રજાઓની વચ્ચે ન્યાય કરશે, ને દૂરના બળવાન લોકોનો ઇનસાફ કરશે. અને તેઓ પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે. પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ.
4 પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમ કે સૈન્યોના યહોવાન મુખમાંથી વચન નીકળ્યું છે.
5 સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, પણ અમે તો સદાસર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું.
6 યહોવા કહે છે, “તે દિવસે જે લંગડી છે તેને હું સમેટીશ, ને જેને કાઢી મૂકેલી છે તથા જેને મેં દુ:ખી કરી છે તેને હું ભેગી કરીશ;
7 જે લંગડાતી હતી તેમાંથી હું પ્રજા થાય એવો પ્રજાનો શેષ ઉત્પન્‍ન કરીશ, ને જેને દૂર કાઢી મૂકેલી હતી તેમાંથી એક બળવાન પ્રજા ઊભી કરીશ; અને સિયોન પર્વતમાં તેઓના ઉપર ત્યારથી તે સર્વકાળ માટે યહોવા રાજ કરશે.”
8 હે ટોળાના બુરજ, સિયોનની પુત્રીના ડુંગર, તે તારે ત્યાં આવશે; હા, અગાઉનું રાજ્ય, યરુશાલેમની પુત્રીનું રાજ્ય તારે ત્યાં આવશે.
9 હવે તું શા માટે મોટેથી બૂમ પાડે છે? શું તારામાં રાજા નથી, શું તારો મંત્રી નાશ પામ્યો છે કે, તારા પર પ્રસૂતિથી પીડાતી સ્‍ત્રીના જેવી વેદના આવી પડી છે?
10 હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્‍ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર; કેમ કે હવે તું નગરમાંથી નીકળી જશે, ને સીમમાં રહેશે, ને બાબિલમાં પણ જશે. ત્યાં તને છોડાવવામાં આવશે. ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે.
11 હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ એક્ત્ર થઈ છે, તેઓ કહે છે, “તેને ભ્રષ્ટ કરીએ, ને સિયોન ઉપર આપણી દષ્ટિ ઠારીએ.”
12 પણ તેઓ યહોવાના વિચારો જાણતા નથી, ને તેમના મનસૂબા સમજતા નથી; કેમ કે તેમણે તેઓને ખળીમાં પૂળીઓની જેમ એકત્ર કર્યા છે.
13 હે સિયોનની પુત્રી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાને લોઢારૂપ, ને તારી ખરીઓને પિત્તળરૂપ કરીશ, અને તું ઘણી પ્રજાઓને કચરીને ચૂરેચૂરા કરશે. અને તું તેઓની કમાઈનું યહોવાએ તથા તેઓની સંપત્તિનું આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×