Bible Versions
Bible Books

1 Samuel 19 (GUV) Gujarati Old BSI Version

1 શાઉલે પોતાન પુત્ર યોનાથાનને અને પોતાના બધા અમલદારોને દાઉદને માંરી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી, પરંતુ યોનાથાનને દાઉદ ઉપર ખૂબ મિત્રપ્રેમ હતો.
2 તેથી તેણે દાઉદને ચેતવ્યો કે, “માંરા પિતા શાઉલ તારો જીવ લેવાની તક શોધે છે, માંટે આવતી કાલે સવારે સાવધાન રહેજે; કોઈ ગુપ્ત જગ્યાએ છુપાઈ રહેજે.
3 પછી હું માંરા પિતાની સાથે તું જે ખેતરમાં છુપાયો હશે ત્યાં આવીશ, અને તેની સાથે તારા વિષે વાત કરીશ, અને મને જે કઈ જાણવા મળશે તે હું તને જણાવીશ.”
4 બીજે દિવસે સવારે યોનાથાને શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં કહ્યું, “મુરબ્બી, તમાંરે તમાંરા જમાંઈ અને સેવક દાઉદને અન્યાય કરવો જોઈએ. તેણે તમાંરું કંઈ બગાડયું નથી, તેણે જે કંઈ કર્યુ છે તેનાથી તો તમને લાભ થયો છે.
5 તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને માંર્યો હતો અને યહોવાએ ઇસ્રાએલને મોટો વિજય અપાવ્યો હતો જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિદોર્ષ માંણસને શા માંટે અન્યાય કરવો અને વગર કારણે શા માંટે દાઉદને માંરી નાખવો?”
6 આખરે શાઉલ તેની સાથે સંમત થયો અને યહોવાના નામે પ્રતિજ્ઞા કરી કે, “માંરે દાઉદને માંરી નાખવો નહિ.”
7 યોનાથાને દાઉદને બોલાવીને બધી વાત કહી સંભળાવી. પછી તેને શાઉલ પાસે લઈ ગયો. દાઉદ ફરી પહેલાંની માંફક રાજાની સેવા કરવા લાગ્યો.
8 તે પદ્ધી ટૂંક સમયમાં ફરી યદ્ધ ફાટી નીકળ્યું. અને દાઉદે પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો; અને તેમને એવા હરાવ્યા કે, તેઓ જીવ લઈને ભાગ્યાં.
9 એક દિવસે શાઉલ પોતાના ઘરમાં બેઠો બેઠો દાઉદનું વણાવાદન સાંભળી રહ્યો હતો ત્યારે તેના હાથમાં તેનો ભાલો હતો. અચાનક તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્માં આવ્યો; અને શાઉલમાં પ્રવેશ્યો.
10 અને શાઉલે દાઉદને પોતાના ભાલા વડે ભીંત સૅંથે જડી દેવાનો પ્રયત્ન કર્યો; પણ દાઉદે ઘા ચુકાવ્યો અને શાઉલનો ભાલો ભીંતમાં પેસી ગયો; રાત્રે દાઉદ ત્યાંથી ભાગી ગયો.
11 દાઉદના ઘર પર નજર રાખવા સારુ શાઉલે સૈનિકો મોકલ્યા અને તેઓને જણાવ્યું કે સવારે દાઉદ ઘરની બહાર નીકળે કે તરત તેને માંરી નાખવો. પરંતુ દાઉદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો આજે રાત્રે તું નાસી નહિ જાય તો કાલે સવારે નણ્ી તું મૃત્યુ પામશે.”
12 મીખાલે દાઉદને એક બારીમાંથી નીચે ઉતાર્યો અને તે ભાગી ગયો અને બચી ગયો.
13 પદ્ધી મીખાલે કુળદેવતાની મૂર્તિ લઈને પથારીમાં મુકી, તેને કપડા વડે ઢાંકી દીધી, પદ્ધી તેને બકરાંના વાળ તેના માંથા પર નાખી દીધાં.
14 જયારે શાઉલના માણસો દાઉદને પઢડવા આવ્યા, ત્યારે મીખાલે કહ્યું, “એ બિમાંર છે.”
15 પણ શાઉલે લોકોને દાઉદને નજરો નજર જોવા પાછા મોકલ્યા અને કહ્યું, “તેને પથારી સહિત અહીં ઉપૅંડી લાવો એટલે હું તેને માંરી નાખું.”
16 શાઉલના મૅંણસો અંદર ગયા, અને જોયું તો પથારીમાં કૂળદેવતાની મૂર્તિ માંત્ર હતી.
17 એટલે શાઉલે મીખાલને કહ્યું, “માંરા શત્રુને ભાગી જવા દઇને, તેઁ મને શા માંટે છેતર્યો”મીખાલે શાઉલને જવાબ આપ્યો, “દાઉદે એમ કહ્યું કે, “જો ભાગી જવામાં હું તેની મદદ નહિ કરું તો તે મને માંરી નાખશે.”
18 આમ દાઉદ ભાગીને રામાંમાં શમુએલ પાસે ગયો અને શાઉલે તેને જે બધું કર્ચું તે કહ્યું. પદ્ધી દાઉદ અને શમુએલ નાયોથ જઈને ત્યાં રહ્યાં.
19 શાઉલને સમાંચાર મળ્યા કે, દાઉદ રામાં ખાતે આવેલા નાયોથમાં છે,
20 તેથી શાઉલે તેના મૅંણસો દાઉદને પઢડવા માંટે મોકલ્યા. તેમણે ત્યાં કેટલાક પ્રબોધકોને તેમના આગેવાન શમુએલ સૅંથે પ્રબોધ કરતા જોયા. શાઉલના માણસોમાં દેવના આત્માંનો સંચાર થયો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.
21 જયારે શાઉલને ખબર પડી કે શું બન્યું હતું ત્યારે તેણે વધારે માણસોને દાઉદને પઢડવા માંટે મોકલ્યા, અને તેઓમાં પણ દેવના આત્માંનો સંચાર થયો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા તેથી તેણે ત્રીજી વાર બીજા મૅંણસોને મોકલ્યા તો તેમની પણ હાલત થઈ અને તેઓ પ્રબોધ કરવા લાગ્યાં.
22 આખરે તે પોતે રામાં જવા નીકળ્યો, અને સેખુમાંના મોટા કૂવા નધ્ક આવીને તેણે પૂછયું, “શમુએલ અને દાઉદ કયાં છે?”લોકોએ જવાબ આપ્યો, “તેઓ તો રામાં ખાતે નાયોથમાં છે.”
23 પરંતુ તે ત્યાં જતો હતો ત્યારે તેનામાં પણ દેવના આત્માંનો સંચાર થયો અને તે પણ નાયોથ સધી પ્રબોધ કરતો ગયો.
24 શાઉલ ત્યાં ગયો, પોતાનાં વસ્ત્રો કાઢી નાખ્યાં અને શમુએલની સામે પ્રબોધ કર્યો. ત્યાં આખો દિવસ અને રાત નવસ્ત્રો પડી રહ્યો.આથી લોકો કહેવા લાગ્યાં, “શાઉલ પણ પ્રબોધક થઈ ગયો કે શું?”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×