Bible Versions
Bible Books

Deuteronomy 29 (GUV) Gujarati Old BSI Version

1 હોરેબમાં જે કરાર યહોવાએ ઇઝરાયલ લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવાની તેમણે મૂસાને આપી, તે પ્રમાણે છે:
2 અને મૂસાએ સર્વ ઇઝરાયલને બોલાવીને તેઓને કહ્યું, “તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સર્વ સેવકોને તથા તેના આખા દેશને યહોવાએ જે કર્યું તે સર્વ તમે જોયું છે.
3 એટલે તારી આંખોએ જોયેલાં મોટાં પરીક્ષણો, ચિહ્નો, તથા તે મોટા ચમત્કારો:
4 પણ યહોવાએ તમને સમજૂક હ્રદય તથા જોતી આંખો તથા સાંભળતા કાન, આજ દિન સુધી આપ્યાં નથી.
5 અને મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં દોર્યા છે. તમારાં અંગ પરનાં વસ્‍ત્રો જીર્ણ થઈ ગયાં નથી, ને તારા પગમાંનો જોડો જૂનો થઈ ગયો નથી.
6 તમે રોટલી ખાધી નથી, તેમજ દ્રાક્ષારસ કે મધ પીધાં નથી. માટે કે હું યહોવા તમારો ઈશ્વર છું તે તમે જાણો.
7 અને જ્યારે તમે ઠેકાણે આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સિહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડાઈ કરવા નીકળી આવ્યા, ને આપણે તેઓને માર્યા.
8 અને આપણે તેઓનો દેશ લઈ લઈને રુબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્શાના અર્ધાકુળને વતન તરીકે આપ્યો.
9 તેથી તમે જે કરો છો તે સર્વમાં તમે સફળ થાઓ, માટે કરારના શબ્દો પાળો ને અમલમાં મૂકો.
10 આજે યહોવા તમારા ઈશ્વરની આગળ તમે સર્વ ઊભા છો. તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો, તથા તમારા સરદારો, એટલે સર્વ ઇઝરાયલી માણસો,
11 તમારાં બાળકો, તમારી સ્‍ત્રીઓ, તથા તારી છાવણીઓમાં સાથે રહેનાર પરદેશી, તારાં લાકડાં કાપનારથી માંઢીને તે પાણી ભરનાર સુધી, તમે સર્વ ઊભા છો.
12 માટે યહોવા તારા ઈશ્વરનો કરાર, તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવા તારા ઈશ્વર આજે તારી આગળ કરે છે, તે પાળવાનું તું માથે લે;
13 કે તે આજે પોતાની પ્રજા તરીકે તને સ્થાપે, અને જેમ તેમણે તને કહ્યું હતું, તથા જેમ તેમણે તારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમની આગળ, ઇસહાકની આગળ, તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેમ તે તારા ઈશ્વર થાય.
14 અને હું કરાર એકલા તમારી સાથે કરતો નથી તથા પ્રતિજ્ઞા લેતો નથી;
15 પરંતુ આજે આપણી સાથે યહોવા આપણા ઈશ્વરની આગળ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ આજે અહીં આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ.
16 (કેમ કે આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા, ને જે દેશજાતિઓમાં થઈને તમે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે આવ્યા તમે જાણો છો.
17 અને તમે તેઓનાં અમંગળ કર્મોને, ને તેઓની લાકડાની તથા પથ્થરની, અને રૂપાની તથા સોનાની જે મૂર્તિઓ તેઓની પાસે હતી, તે જોયાં છે: )
18 કરાર તથા પ્રતિજ્ઞા હું કરું છું રખેને તમારામાં કોઈ પુરુષ કે સ્‍ત્રી કે કુટુંબ કે કુળ એવું હોય કે, જેનું મન આજે યહોવા તમારા ઈશ્વર તરફથી ફરી જઈને દેશજાતિઓના દેવોની સેવા કરવા લલચાય. રખેને પિત્ત તથા કડવાશરૂપી જડ તમારામાં હોય.
19 અને રખેને તે શાપની વાતો સાંભળે ત્યારે, તે પોતાના મનમાં પોતાને મુબારકબાદી આપીને કહે, ‘હું મારા હ્રદયની હઠીલાઈ પ્રમાણે ચાલું, ને સુકાની સાથે લીલાનો નાશ કરું તોપણ મને શાંતિ થશે.’
20 યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્‍સો તે માણસ પર તપી ઊઠશે, અને પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે.
21 અને નિયમના પુસ્તકમાં લખેલા કરારના સર્વ શાપો પ્રમાણે યહોવા તેને ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી અલગ કરીને તેને હાનિ કરશે.
22 અને તમારી પાછળ થનાર છોકરાંની આવતી પેઢી, તથા દૂર દેશથી આવનાર પરદેશી દેશની મરકીઓ તથા યહોવાએ તેને લાગુ પાડેલા રોગ જોશે.
23 વળી સદોમ તથા ગમોરા અને આદમા તથા સબોઇમ, જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો, તેમના નાશની જેમ આખો દેશ ગંધક તથા ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમજ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી તે જ્યારે જોશે,
24 ત્યારે સર્વ દેશજાતિઓ પૂછશે કે યહોવાએ દેશ પર આમ કેમ કર્યું હશે? તેમના મહા કોપની ઉગ્રતાનું શું કારણ છે?
25 ત્યારે લોકો કહેશે, ‘એનું કારણ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ત્યારે જે કરાર તેમણે તેઓની સાથે કર્યો હતો, તેનો તેઓએ ત્યાગ કર્યો.
26 અને બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેમણે તેઓને આપ્યા નહોતા તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું.
27 માટે પુસ્તકમાં લખેલા સર્વ શાપ દેશ પર લાવવાને યહોવાનો કોપ તે પર સળગ્યો હતો.
28 અને યહોવાએ પોતાના કોપમાં તથા ક્રોધમાં તથા ઘણા રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડી નાખ્યા, ને બીજા દેશમાં કાઢી મૂક્યા, જેમ આજે છે તેમ.’
29 મર્મો યહોવા આપણા ઈશ્વરના છે. પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે કે, આપણે નિયમનાં સર્વ વચનો પાળીએ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×