Bible Versions
Bible Books

Exodus 15 (GUV) Gujarati Old BSI Version

1 પછી મૂસાએ અને ઇસ્રાએલના લોકોએ યહોવાના માંનમાં ગીત ગાયું:“હું યહોવાના માંનમાં ગાયન કરીશ, એણે મહાન વિજય પ્રાપ્ત કર્યો! સાગરની અંદર કઈક અશ્વોના અસવારને ડુબાડયાં,
2 દેવ માંરું સાર્મથ્ય છે; મને જેણે ઉગાર્યો, હું ગીતમાં એની સ્તુતિ કરું. માંરો દેવ છે અને હું એના ગુણગાન ગાઉ. તે માંરા પિતાનો દેવ છે. હું સન્માંન કરું છું. હું એનાં યશગાન ગાઉં.
3 યહોવા તો યોદ્ધા છે, જેનું યહોવા નામ છે.
4 ફારુનનાં રથો અને સૈન્ય, જેણે લાલ સમુદ્રમાં ફેંકી દીધાં; ફારુનના વીર સરદારને સમુદ્રમાં ડુબાડી દીઘા.
5 પથ્થરની જેમ સાગરની નીચે પહોચ્યા, સાગરમાં જળનિધિઓ ઉપર ફરી વળ્યાં.
6 યહોવા! તમાંરો જમણો હાથ, પરાક્રમે મહિમાંવાન છે. હે યહોવા! તમાંરા જમણા હાથે શત્રુઓને છિન્ન ભિન્ન કર્યા.
7 તારી શ્રેષ્ઠતાના માંહાત્મ્યથી, જે તારી સામે થયા તેનો નાશ કર્યો. તારા ક્રોધે તેમને ઘાસના પૂળાની જેમ બાળી નાખ્યા.
8 યહોવા, તેં ક્રોધથી ફૂકેલા પવનથી ઊભા ઢગલા થઈ ગયા સાગરજળ. મોજાઓ જે હતા ઉછળતા અને વહેતા ઊભા અધવચ ભીત થઈ; સાગરની જેમ પાતાળની વચ્ચે; તે સમયે સાગરજળ ભેગા થયા.
9 શત્રુ મનમાં બબડે છે, ‘હું પકડીશ પાછળ પડી, અને હું તેમનું ધન સધળુ લઈશ. હું બધું માંરી તરવાર વડે લઈ જઈશ. હું માંરે માંટે બધુંજ રાખીશ.’
10 પરંતુ યહોવા! એક માંત્ર પ્રબળ ફૂંક લગાવીને તમે મધદરિયે, સમાંવી લીઘા. પ્રચંડ મહા જળરાશિમાં, સૌ સીસાની જેમ ડુબ્યા.
11 હે યહોવા, કોણ છે તમાંરા જેવો બીજો દેવ? છે કોણ તમાંરા જેવું પરમપવિત્ર મહિમાંવાન? તમાંરા જેવા ચમત્કાર કોણ કરી શકે? સ્તોત્રોમાં ભયજનક પરાક્રમ કરનાર, કોણ છે?
12 પૃથ્વી તેઓને તત્કાળ ગળી ગઈ, જયાં તેં કેવળ જમણો હાથ ઊંચો કર્યો.
13 યહોવા, તમે તમાંરા લોકોને છોડાવ્યા, તમાંરા પ્રેમ અને કરુણાથી તમે એમને તમાંરા બાહુબળના પરાક્રમે; તમાંરા પવિત્ર રોચક ધામમાં લઈ આવ્યા.
14 પ્રજા સાંભળી કંપીને ગભરાઈ, સહુ પલેશેથવાસીઓ ભયથી ગભરાય છે.
15 અદોમના સરદારો તે સમયે ભયભીત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષો ધ્રૂજે છે; બધાં કનાનવાસીઓ પણ હિંમત હારે; માંથાં પર ભયના ઓળા ભારે ઊતરતાં જોઈ,
16 તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, તમાંરા બાહુબળે સ્તબ્ધ બની પથ્થર જેવા થયા, અને તું છોડાવી લાવ્યો, ઊભા એટલામાં; ‘યહોવા’ સમૂહમાં તારી પ્રજા ચાલી જાય.
17 જયાં તમાંરો આવાસ છે, લોકોને પર્વત પર તમાંરી પાસે લઈ જાય; જે જગ્યા તમે સિંહાસન માંટે તૈયાર કરી ત્યાં તેમને વસવાટ કરવા દેશો. હે માંલિક, ત્યાં તમે મંદિર તમાંરું બાંધશો!
18 યહોવા, તમાંરું રાજ સદાસર્વકાળ અમર તપશે.”
19 હા, ખરેખર આમ બન્યું, જ્યારે ફારુનના ઘોડા, રથો અને ઘોડેસવારોએ સમુદ્રમાં સાથે પ્રવેશ કર્યો, ત્યારે યહોવાએ તેમના પર સમુદ્રના પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇસ્રાએલના લોકો સમુદ્ર મધ્યે થઈને સૂકી જમીન પર ચાલ્યા.
20 પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમાંમ સ્ત્રીઓ તેમની પાછળ પાછળ ખંજરીઓ લઈને નાચવા લાગી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યો.
21 મરિયમ તેમને ગવડાવતી હતી:“આપો આપો યહોવાને માંન, ગાઓ યહોવાના મહિમાં-ગાન, એનો વિજય છે કેવો મહાન! એની ફતેહ છે મહિમાંવાન, ડુબાડયા સમુદ્રને પેટાળ, એનાં ઘોડોને અસવાર.”ઇસ્રાએલપુત્રો અરણ્યમાં જાય છે
22 પછી મૂસા ઇસ્રાએલના લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં ગયા; તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા. છતાં પાણી મળ્યાં.
23 પછી તેઓ ‘માંરાહ’ નામની જગ્યાએ આવી પહોંચ્યા પણ ત્યાંના પાણી પણ ના પી શક્યા, કારણ કે તે કડવા હતા. એને લીધે જગ્યાનું નામ ‘માંરાહ’ પડયું.
24 પછી તે બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કરતાં કહ્યું કે, “આપણે પીશું શું?”
25 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો એટલે યહોવાએ તેને ઝાડનું એક થડ બતાવ્યું. પછી મૂસાએ તે પાણીમાં નાખ્યું અને પાણી મીઠું થઈ ગયું.ત્યાં દેવે લોકોને ન્યાય કર્યો તથા એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાંજ તેમની કસોટી કરી.
26 યહોવાએ કહ્યું, “તમે લોકો તમાંરા દેવની યહોવાની વાણી ધ્યાનપૂર્વક સાંભળશો, અને તેની નજરમાં જે સારું હોય તે કરશો. અને તેની આજ્ઞાઓ માંથે ચઢાવશો. અને માંરા બધા કાનૂનોનું પાલન કરશો તો મેં મિસરીઓ ઉપર જે રોગો મોકલ્યા હતા તેમાંનો કોઈ તમાંરા ઉપર મોકલીશ નહિ. કારણ કે હું યહોવા તમાંરા રોગોનો કરનાર છું. તમને સાજા હરનાર છું.”
27 પછી તે લોકો એલીમ આવી પહોંચ્યા, ત્યાં બાર પાણીના ઝરા હતા અને 70 ખજૂરીઓ ઝાડ હતાં, તેથી પાણીની નજીક તેઓએ પડાવ નાખ્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×