Bible Versions
Bible Books

Ezekiel 15 (GUV) Gujarati Old BSI Version

1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
2 “હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ એટલે વનનાં વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી બીજા કોઈ વૃક્ષ કરતાં શું અધિક છે?
3 શું તેનું લાકડું કંઈ પણ ચીજ બનાવવાના કામમાં આવે? અથવા શું માણસો કોઈ વાસણ લટકાવવાને માટે તેની ખીંટી બનાવી શકે?
4 જો, તે બળતણ તરીકે અગ્નિમાં નંખાય છે. અગ્નિએ તેના બન્ને છેડા ભસ્મ કર્યા છે, ને તેનો વચલો ભાગ પણ બળી ગયો છે, ત્યારે તે કોઈ કામને માટે ઉપયોગી છે શું?
5 જ્યારે તે આખું હતું ત્યારે પણ તે કોઈપણ ચીજ બનાવવાને માટે લાયક નહોતું; તો જ્યારે અગ્નિએ તેને ભસ્મ કર્યું છે ને તે બળી ગયું છે, ત્યારે તે કોઈ પણ કામને માટે તદ્‍ન નિરુપયોગી છે.
6 એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ હું યરુશાલેમના રહેવાસીઓને અગ્નિને હવાલે કરીશ.
7 હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
8 તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ” એમ પ્રભુ યહોવા કહે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×