Bible Versions
Bible Books

Genesis 13 (GUV) Gujarati Old BSI Version

1 અને ઇબ્રામ પોતાની પત્નીને લઈને સર્વ માલમિલકત સહિત મિસરમાંથી નેગેબ તરફ ગયો, અને લોત તેની સાથે ગયો.
2 અને ઇબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો.
3 અને તે નેગેબથી આગળ ચાલતાં બેથેલ ગયો, એટેલે બેથેલ તથા આયની વચ્ચે જયાં પહેલવહેલાં તેનો તંબુ હતો ત્યાં ગયો.
4 અને જે સ્થળે તેણે પહેલાં વેદી બાંધી હતી, ત્યાં સુધી તે ગયો; અને ત્યાં ઇબ્રામે યહોવાને નામે પ્રાર્થના કરી.
5 અને ઇબ્રામની સાથે લોત ચાલતો હતો, તેને પણ ઘેટાં તથા ઢોર તથા તંબુ હતાં.
6 અને તે દેશ એવો ફળદ્રુપ હતો કે તેઓ ભેગા રહી શકે; કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે, તેઓ એકઠા રહી શકે.
7 અને ઇબ્રામના ગોવાળીયાઓ તથા લોતના ગોવાળિયાઓની વચ્ચે તકરાર થઈ. અને તે વખતે કનાની તથા પરિઝી તે દેશમાં રહેતા હતા.
8 અને ઇબ્રામે લોતને કહ્યું, “હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર થવી જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છીએ.
9 શું, તારી આગળ આળપ દેશ નથી? તો મારાથી તું જુદો થા. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ.”
10 ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે: કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.
11 ત્યારે લોતે પોતાને માટે યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો, ને લોત પૂર્વ તરફ ગયો; અને તેઓ એકબીજાથી જુદા થયા.
12 ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, ને લોત તે પ્રદેશનાં નગરોમાં રહ્યો, ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો.
13 પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા.
14 અને ઇબ્રામથી લોત જુદો થયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું, ‘તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.
15 કેમ કે જે દેશ તું જુએ છે, તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.
16 અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ; એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય.
17 ઊઠ, દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર; કેમ કે તે હું તને આપીશ.”
18 ત્યારે ઇબ્રામ પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ નીચે આવીને રહ્યો, ને ત્યાં યહોવાને નામે તેણે એક વેદી બાંધી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×