Bible Versions
Bible Books

Genesis 17 (GUV) Gujarati Old BSI Version

1 અને ઇબ્રામ નવ્વાણું વર્ષનો થયો, ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, “સર્વસમર્થ ઈશ્વર હું છું; તું મારી સમક્ષ ચાલ, ને પરિપૂર્ણ થા.
2 અને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ, ને તને ઘણો વધારીશ”
3 અને ઇબ્રામ ઊંઘો પડયો; અને ઈશ્વરે તેની સાથે બોલતા કહ્યું,
4 “જો, તારી સાથે મારો કરાર છે, ને તું ઘણી દેશજાતિઓનો પૂર્વજ થશે.
5 અને હવે પછી તારું નામ ઇબ્રામ નહિ કહેવાશે, પણ ઇબ્રાહિમ એવું તારું નામ થશે; કેમ કે મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ કર્યો છે.
6 અને હું તને અતિશય સફળ કરીશ, ને તારાથી હું દેશજાતિઓને પેદા કરીશ, ને તારામાંથી રાજાઓ ઉત્પન્‍ન થશે.
7 અને તારો ઈશ્વર તથા તાર પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ.
8 જે દેશમાં તું પ્રવાસ કરે છે, એટલે આખો કનાન દેશ, તે હું તને ને તારા પછીના તારા વંશજોને સદાનું વતન થવા માટે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.”
9 અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તું તો મારો કરાર પાળ, એટલે તું તથા તારા પછી તારો વંશ પેઢી દરપેઢી પાળો.
10 મારી તથા તારી વચ્ચે, ને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે કે તમારામાંનો જે દરેક પુરુષ તેની સુન્‍નત કરવી જોઈએ.
11 અને તમારે તમારી ચામડીની સુન્‍નત કરાવવી; અને મારી તથા તમારી વચ્ચેના કરારની નિશાની થશે.
12 અને તમારામાં આઠ દિવસના દરેક છોકરાની, એટલે તમારી પેઢી દરપેઢી દરેક નર બાળક જે તમાર ઘરમાં જન્મ્યો હોય, તેની, અથવા કોઈ પરદેશી પાસેથી પૈસે વેચાતો લીધો હોય, કે જે તમારા વંશનો હોય, તેની પણ સુન્‍નત કરવી.
13 જે તારા ઘરમાં જન્મેલો હોય તથા જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય, તેની સુન્‍નત જરૂર કરવી; અને મારો કરાર તમારા માંસમાં સનાતન કરાર તરીકે રહેશે.
14 અને સુન્‍નત વગરનો પુરુષ જેની સુન્‍નત કરવામાં આવી નહિ હોય, તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે; તેણે મારો કરાર તોડયો છે.”
15 પછી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્નીનું નામ સારાય કહે, પણ તનું નામ સારા થશે.
16 અને હું તને તેને પેટે દીકરો આપીશ. હું ખચીત તેને આશીર્વાદ આપીશ, ને તે દેશજાતિઓની માતા થશે; અને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.”
17 અને ઇબ્રાહિન ઊંઘો પડી ને હસ્યો, ને તે મનમાં બોલ્યો, “જે સો વર્ષનો તેને શું દીકરો થશે? અને નેવું વર્ષની સારા તેને જન્મ આપશે શું?”
18 અને ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું, “ઇશ્માએલ તમારી સમક્ષ જીવતો રહે તો બસ.”
19 અને ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારા ખચીત તારે માટે દિકરાને જન્મ આપશે; અને તું તેનું નામ ઇસહાક પાડશે; અને તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કરીશ.
20 અને ઇશ્માએલ વિશે મેં તારું સાંભળ્‍યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, ને હું તેને સફળ કરીશ, ને તેને અતિ ઘણો વધારીશ ને તે બાર સરદારોને જન્મ આપશે, ને હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ.
21 પણ ઇસહાક જેને આવતા વર્ષમાં ઠરાવેલે વખતે સારા તારે માટે જન્મ આપશે, તેની સાથે હું મારો કરાર સ્થાપીશ.”
22 પછી ઈશ્વર ઇબ્રામાહિમની સાથે વાત પૂરી કરીને તેની પાસેથી ગયા.
23 અને ઇબ્રાહિમે પોતાના દિકરા ઇશ્માએલને તથા પોતના ઘરમાં જે સર્વ જન્મેલાં, તથા પોતાને પૈસે જે સર્વ વેચાતાં લીધેલાં, એવાં ઇબ્રાહિમના ઘરનાં માણસોમાંના હરેક નરને લઈને, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેમ, તે દિવસે તેઓની સુન્‍નત કરી.
24 અને ઇબ્રાહિમની સુન્‍નત થઈ, ત્યારે તે નવ્વાણું વર્ષનો હતો.
25 અને તેના દિકરા ઇશ્માએલની સુન્‍નત થઈ ત્યારે તે તેર વર્ષનો હતો.
26 એક દિવસે ઇબ્રાહિમની તથા તેના દિકરા ઇશ્માએલની સુન્‍નત થઈ.
27 અને તેના ઘરના માણસો જેઓ ઘરમાં જન્મેલા તથા પરદેશીઓ પાસેથી પૈસે વેચાત લીધેલા તેઓની સુન્‍નત તેની સાથે થઈ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×